IPL 2018: ચેન્નઈ અને કોલકાતાની મેચમાં મેદાન પર કોણે સાપ છોડવાની આપી ધમકી, જાણો વિગત
આજે આઇપીએલની 11મી સિઝનની પાંચમી મેચ ચેન્નાઇ સુપર કિંગસ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. બન્ને ટીમોએ પોતાની પહેલી મેચમાં જીત મેળવી છે. મેચ રાત્રે આઠ વાગે શરૂ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાત નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ ચેન્નઈના ચેપક સ્ટેડિયમમા રાતે 8 વાગે શરૂ થશ. પરંતુ તેના પહેલા મેચ પર ખતરો ઉભો થયો છે. ચેન્નઈમાં આઈપીએલના આયોજનું ઘણા સમય પહેલાથીજ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાવેરી જળ વિવાદને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ હવે ધમકી આપી છે કે ચેપક સ્ટેડિયમમાં મેચ રમાશે તો સ્ટેડિયમમાં સાપ છોડશું.
આ ધમકીને લઈને સ્ટેડિયમની અંદર અને બહાર પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. આ પ્રકારની ધમકિઓ બાદ પોલીસે અનેક લોકોની અટકાયત પણ કરી છે. પ્રદર્શનકારીઓ દ્વારા સ્ટેડિયમની આસપાસ અનેક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જેમાં લખ્યું છે કે તમામ લોકો કાવેરી મેનેજમેન્ટ બોર્ડનું ગઠન કરવામાં નિષ્ફળ રહેલી કેન્દ્ર સરકાર વિરુદ્ધ અને આઈપીએલ વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે સાંજે 5 વાગે ભેગા થાય.
પ્રો તમિલ લીડર વેલમુરુગનનું કહેવા પ્રમાણે જે આદીવાસી આઈપીએલની વિરોધમાં સ્ટેડિયમની બહાર પ્રદર્શન કરી રહ્યા છે તેઓ મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર સાપ છોડી દેશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -