કોહલીએ સચિનનો તો પૂજારાએ દ્રવિડનો તોડ્યો રેકોર્ડ, જાણો વિગત
ટીમ ઇન્ડિયા માત્ર 187 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. જે ભારતનો જોહાનિસબર્ગમાં સૌથી ઓછો સ્કોર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછ વર્ષ પછી ટીમ ઇન્ડિયા ટેસ્ટ મેચમાં સ્પિનર વગર મેદાનમાં ઉતરી છે. આ પહેલા 2012માં ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટ દરમિયાન ભારતીય ટીમ સ્પિનર વગર મેદાનમાં ઉતરી હતી. તે ટેસ્ટમાં ચાર ફાસ્ટ બોલરોનો સમાવેશ કરાયો હતો.
ભારતીય ઓપનરોની આ એવરેજ કોઇપણ 3 અથવા તેના કરતા વધારે મેચની શ્રેણીમાં સૌથી ખરાબ છે. વર્તમાન શ્રેણીમાં ધવને 16ની એવરેજથી 32, વિજયે 15.40ની એવરેજથી 77 અને લોકેશ રાહુલે 4.66ની એવરેજથી 14 રન બનાવ્યા છે.
વર્તમાન સીરિઝની પાંચ ઇનિંગમાં ભારત ત્રણ ઓપનર અજમાવી ચૂક્યું છે. ત્રણેયમાંથી એકપણ ઓપનર અડધી સદી પણ ફટકારી શક્યો નથી. આ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવન, મુરલી વિજય અને લોકેશ રાહુલની એવરેજ 12.30ની રહી છે.
ખાતું ખોલાવ્યા વિના સૌથી વધારે બોલ રમવાના વર્લ્ડ રેકોર્ડની વાત કરવામાં આવે તો આ અણગમતો રેકોર્ડ ઇંગ્લેન્ડના પૂર્વ વિકેટકીપર જોન મુરેના નામે છે. મુરેએ 1962માં ઓસ્ટ્રેલિયા સામે 90 બોલ રમ્યા પછી પ્રથમ રન બનાવ્યો હતો. બીજા નંબરે ન્યૂઝીલેન્ડનો જ્યોફ એલોટ (77 બોલ) અને ત્રીજા નંબરે ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન (55 બોલ) છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાએ એક અણગમતો રેકોર્ડ પોતાને નામે કર્યો હતો. પૂજારાએ જોહાનિસબર્ગ ટેસ્ટમાં 54માં બોલે પોતાનો પ્રથમ રન બનાવ્યો હતો. આ સાથે પૂજારા ભારત તરફથી ખાતું ખોલાવ્યા વિના સૌથી વધારે બોલ રમનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ભારત તરફથી રાહુલ દ્રવિડના નામે આ અણગમતો રેકોર્ડ હતો. દ્રવિડે 2007માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે 42માં બોલે પ્રથમ રન બનાવ્યો હતો. પૂજારા આ યાદીમાં ચોથા ક્રમાંકે આવી ગયો છે.
વિરાટ કોહલીએ આ ઇનિંગ્સમાં 54 રન બનાવ્યા હતા. આ સાથે તેના આ શ્રેણીમાં 245 રન થઈ ગયા છે. તે દક્ષિણ આફ્રિકામાં એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય સુકાની બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકરના નામે રેકોર્ડ હતો. સચિને 1996માં 241 રન બનાવ્યા હતા.
જોહાનિસબર્ગઃ ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ઉંધો પડ્યો હતો. ટીમ ઇન્ડિયા માત્ર 187 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. જે ભારતનો જોહાનિસબર્ગમાં સૌથી ઓછો સ્કોર છે. ભારત તરફથી કોહલીએ 54 અને પૂજારાએ 50 રન બનાવ્યા છે. જોકે આ મેચમાં કેટલાક રેકોર્ડ પણ બન્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -