નવી દિલ્હી: પુલાવામા આતંકી હુમલામાં શહીદ જવાનો લઇને દેશભરમાં આક્રોશ અને શોકમગ્ન છે. લોકો બદલાની માંગ કરી રહ્યાં છે. ક્રિકેટ અને રમત જગતની અનેક હસ્તીઓ સહિત ઉદ્યોગપતિઓ શહીદોના પરિવારજનોની મદદ માટે આગળ આવ્યા છે. એવામાં ટીમ ઇન્ડિયાના બોલર મોહમ્મદ શમીએ પણ શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનોના પરિવારો માટે 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.




મોહમ્મદ શમીએ કહ્યું કે,”હું ભારત માટે બોલનો ત્યાગ કરી ગ્રેનેડ ઉઠાવવા માટે પણ તૈયાર છું. જ્યારે અમે દેશ માટે ક્રિકેટ રમી રહ્યા હોઇએ છીએ ત્યારે સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા હોય છે. અમે આ સંકટના સમયમાં જવાનોના પરિવારજનો સાથે છે અને હંમેશા તેમની સાથે ઉભા રહીશું”


આ પહેલા શિખર ધવને પણ ટ્વિટર એક ભાવનાત્કમ વીડિયો શેર કરી પોતાના ચાહકોને અને તમામ ભારતીયોને શહીદ જવાનોની મદદ કરવાની ગુહાર લગાવી હતી. તેણે પોતે પણ શહીદ જવાનોના પરિવારને આર્થિક મદદ આપવાની વાત કર હતી.

પુલવામામાં શહીદ જવાનોના પરિવારને BCCI કરશે મદદ,જાણો કેટલી કરશે સહાય ?

આ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે પણ ટ્વીટ કરી કહ્યું હતું કે શહીદ જવાનોના બાળકોને પોતાની સ્કૂલ સહેવાગ ઇન્ટરનેશનલમાં મફ્ત શિક્ષણ આપશે.

આ દિગ્ગજ ખેલાડીએ કરી માગ, કહ્યું- ભારતે પાકિસ્તાન સામે વર્લ્ડકમાં મેચ ન રમવી જોઈએ

પાકિસ્તાનની ‘પુત્રવધુ’ સાનિયા મિર્ઝાને બ્રાન્ડ એમ્બેસેડર પદથી હટાવો, જાણો કોણે કરી આ માગ