નવી દિલ્હીઃ ભાજપ ધારાસભ્ય રાજા સિંહે તેલંગાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવને સાનિયા મિર્ઝાને તેલંગાના બ્રાન્ડ એમ્બેસ્ડર પદ પરથી હટાવવાની માગ કરી છે. કારણ કે તે ‘પાકિસ્તની વહુ’ છે. રાજાએ તેલંગાનાના સીએમને આગ્રહ કર્યો છે કે પુલવામાં આતંકી હુમલામાં આપણા સીઆરપીએફના અનેક જવાનોના જીવ ગયા છે ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવે.



નોંધનીય છે કે, રાજા સિંહ તેલંગાના વિધાનસભામાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય છે. ઉલ્લેખનિય છે કે, સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ રાજા સિંહે આ નિવેદન આપ્યું છે.



ભાજપના ધારાસભ્યે ભારતીયો અને સરકારને પાકિસ્તાન સાથે સંબંધો પૂરા કરવા પર ભાર મુક્યો છે. તેમણે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, સાનિયા મિર્ઝા ભારતીય છે, પરંતુ તેના લગ્ન પાકિસ્તાનમાં થયા છે. તેવામાં તેને બ્રાન્ડ એમ્બેસેડર પદ પરથી હટાવી દેવામાં આવે. તેના સ્થાને સાનિયા નેહવાલ અને પીવી સિંધુને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા જોઈએ.