નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) IPL 2022માં કઇ ફ્રેન્ચાઇઝી ટીમ કયા ખેલાડીઓને રિટેન કરશે, આને ફેંસલો 30 નવેમ્બર એટલે કે આજે થઇ જશે. પરંતુ આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, તે પ્રમાણે કેએલ રાહુલ અને રાશીદ ખાન પર એકવર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. 


બીસીસીઆઇએ તમામ આઠ ફ્રેન્ચાઇઝી ટીમોને 30 નવેમ્બર સુધીની ડેડલાઇન આપી છે, તે પોતાના રિટેન્ડ ખેલાડીઓનુ લિસ્ટ સોંપી દે. હવે આ બધાની વચ્ચે એક નવો વિવાદ ઉભો થયો છે. પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમોએ બીસીસીઆઇને ફરિયાદ કરી છે કે નવી ફ્રેન્ચાઇઝી ટીમ લખનઉ કેએલ રાહુલ અને રાશિદ ખાનને દબાણ કરી રહી છે. 


ઇનસાઇડ સ્પોર્ટ્સની ખબર અનુસાર, એક બીસીસીઆઇ સીનિયર અધિકારીએ કહ્યું કે -અમને આના વિશે હજુ સુધી કોઇ લેખિત રિપોર્ટ નથી મળ્યો, પરંતુ બે ફેન્ચાઇઝી ટીમોને આની મૌખિક રીતે ફરિયાદ કરી છે કે લખનઉ ટીમ તેના ખેલાડીઓને પૉચ કરી રહી છે. અમે આ મુદ્દા પર ધ્યાન રાખી રહ્યાં છીએ, અને જો આ સાચુ સાબિત થાય છે તો અમે તેના પર ઉચિત એક્શન પણ લેશું. અમે આઇપીએલના બેલેન્સને બિલકુલ હલાવવા નથી માંગતા. 


કેએલ રાહુલે પંજાબ કિંગ્સને છોડવાની ખબર બહુજ પહેલા મીડિયામાં આવી ચૂકી છે, પરંતુ ત્યારે એવુ માનવામાં આવી રહ્યું હતુ કે રાહુલે એક કારણથી ટીમ છોડી કેમ કે તે તેના પ્રદર્શનથી ખુશ ન હતો. જોકે હવે કહાની કંઇક બીજી જ સામે આવી રહી છે. વળી, સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર સ્પીનર રાશિદ ખાને પણ ઇચ્છા વ્યક્ત કરી છે કે તે ઓક્શનમાં ઉતરવા માંગશે. પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનુ માનવુ છે કે, આ બન્ને ખેલાડીઓના આ ફેંસલા પાછળ લખનઉ ફ્રેન્ચાઇઝી ટીમનો હાથ છે.