પોતાના અંતિમ ક્રિકેટ મેચમાં ગૌતમ ગંભીરે ફટકારી શાનદાર સેન્ચુરી, મેદાન પર ફેન્સે આ રીતે આપી વિદાય
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે 147 વનડેમાં 39.68ની સરેરાશતી 11 સેન્ચુરી સાથે 5238 રન બનાવ્યા છે. ગંભીરે ટી20 મેચમાં પણ પોતાની છાપ છોડી છે. તેણે 37 મેચમાં સાત હાફ સેન્ચુરી સાથે 932 રન બનાવ્યા જેમાં તેની સરેરાશ 27.41ની હતી. (વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં)
નોંધનીય છે કે, ગૌતમ ગંભીરે મંગળવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી હતી. ગંભીરે 58 ટેસ્ટમાં 41.96ની સરેરાશથી 5154 રન બનાવ્યા છે જેમાં નવ સેન્ચુરી સામેલ છે.
નવી દિલ્હીઃ તમામ ક્રિકેટ ફોર્મેટમાં નિવૃત્તીની જાહેરાત કરનાર ગૌતમ ગંભીરે પોતાના અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચમાં શાનદાર સેન્ચુરી ફટકારી હતી. રણજી ટ્રોફી એલીટ ગ્રુપ બી મેચના ત્રીજા દિવસે તેણે હોમ ગ્રાઉન્ડ ફિરોઝશાહ કોટલા પર આંધ્ર પ્રદેશ વિરૂદ્ધ 163 બોલમાં સેન્ચુરી ફટકારી હતી જેમાં તણે 9 ચોગ્ગા ફટકાર્યા હતા. પોતાના અંતિમ મેચમાં ક્રીઝ પર આવતા જ મેદાન પર હાજર તેમના પ્રશંસકોએ તાળીઓ સાથે તેનું સ્વાગત કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -