નવી દિલ્હીઃ રણજી ટ્રોફીની શરૂઆતની મેચમાં આંધ્ર અને વિદર્ભની મેચ શરૂ થયાની થોડી જ મિનિટોમાં મેદાન પર સાપ ધસી આવ્યો હતો. જેના કારણે થોડી મિનિટો માટે મેચ અટકાવી દેવી પડી હતી.



વિજયવાડાના એસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી મેચમાં વિદર્ભના કેપ્ટને ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ મેચ શરૂ થયાની થોડી જ મિનિટોમાં મેદાનની વચ્ચે સાપ ફરતો જોવા મળ્યો હતો. જે બાદ સાપને બહાર કાઢવા માટે થોડો સમય લાગ્યો હતો અને આટલા સમય સુધી મેચ અટકાવી પડી હતી.


BCCI ડોમેસ્ટિકે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર 13 સેકંડનો આ વીડિયો પોસ્ટ કર્યો છે.

ગુજરાતમાં દારૂબંધીની વાતો પોકળ, બે વર્ષમાં પકડાયો 252 કરોડનો દારૂ, જાણો વિગતે

અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા બે વર્ષમાં કેટલા લોકોના માર્ગ અકસ્માતમાં થયા મોત ? આંકડો જાણીને ચોંકી જશો

કર્ણાટક પેટાચૂંટણીઃ 15માંથી 12 પર ભાજપનો કબજો, મોદીએ કહ્યું, કોંગ્રેસને લોકોએ ભણાવ્યો પાઠ