નિવૃત્તી નહીં આ કારણે ધોનીએ અમ્પાયર પાસેથી લીધો’તો બોલ, રવિ શાસ્ત્રીએ કર્યો ખુલાસો
ત્યાર બાદ ડ્રેસિંગ રૂમમાં પરત ફરતા સમયે ધોનીને અમ્પાયર પાસેથી બોલ લેતા જોવા મળ્યો હતો. તેને જોઈને ધોનીના ફેન્સને એવું લાગ્યું કે આ હારથી નિરાશ ધોની કોઈ મોટું પગલું લઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો રૂટની અણનમ સેન્ચુરી અને કેપ્ટન ઈયોન મોર્ગન (અણનમ 88)ની સાથે 186 રનની અણનમ ભાગીદારીના જોરે ઇંગ્લેન્ડે હેડિંગ્લે વનડેમાં ભારતને 8 વિકેટે હરાવીને મેચ અને સીરીઝ (2-1) જીતી લીધા હતા.
શાસ્ત્રીએ ધોનીની નિવૃત્તીની અટકળોને નકારી કાઢી હતી. તેણે કહ્યું કે, આ વાહિયાત વાત છે. ધોની ક્યાંય નથી જઈ રહ્યા અને તે માત્ર અરૂણને બોલ બતાવવા માગતા હતા.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ટ વિરૂદ્ધ મંગળવારે વનડે સીરીઝીના ત્રીજા અને અંતિમ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ અમ્પાયર પાસથે બોલ માગ્યો હતો. ત્યાર બાદ તે સોશિયલ મીડિયા પર ધોનીની નિવૃત્તી લેવાને લઈને અટકળો લાગી રહી હતી. બુધવારે આખો દિવસ ચર્ચા રહી કે શું ધોની પોતાના ઇન્ટરનેશનલ કારકિર્દીને અલવિદા કહી દેશે.
આખરે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ આ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, એમએસ ધોની ભરત અરૂણ (બોલિંગ કોચ)ને બોલ બતાવવા માગતા હતા કે મેચ પછી બોલની સ્થિતિ કેવી છે, અને આ તેના વિશે ચર્ચા કરવા માગતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -