IPL11: ડિવિલિયર્સના ધમાકાથી જીતી રૉયલ ચેલેન્જર્સ, દિલ્હીની વધુ એક હાર
બેગ્લુરુંની પાંચ મેચોમાં આ બીજી જીત છે, જ્યારે દિલ્હીને આટલી જ મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. એબી ડિવિલિયર્સે પોતાના સદાબહાર અંદાજમાં બેટિંગ કરતાં ઋષભ પંતના સાહસિક પ્રયાસો પર પાણી ફેરવીને રૉયલ ચેલેન્જર્સ બેગ્લુરુંને જીત અપાવી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશરૂઆતમાં બે વિકેટ ઝડપથી પડી ગયા બાદ આંશિક સંકટમાં મૂકાયેલી RCBની લથડતી ઈનિંગને સુકાની વિરાટ કોહલી અને હાર્ડહિટર એબી ડીવિલિયર્સે સંભાળી હતી. તેમાં પણ એબીડીએ તો આવતાવેંત જ સટાસટી બોલાવી હતી અને ફક્ત 16 બોલમાં 5 ફોર અને 1 સિક્સ વડે 33 રન ફટકાર્યા હતા. જ્યારે વિરાટે પણ 23 બોલમાં 2 ફોર અને 1 સિક્સ વડે 27 રન ફટકાર્યા હતા. બંનેએ 49 રનની અણનમ ભાગીદારી કરતા RCBનો સ્કોર 10 ઓવરના અંતે 2 વિકેટે 82 રન થયો હતો.
વિરાટ કોહલી બરાબર તોફાને ચડ્યો હતો તે સમયે જ ટ્રેન્ટ બોલ્ટે બાઉન્ડ્રી પર તેનો અકલ્પ્ય અને વર્તમાન IPL-18 સિઝનનો કદાચ સર્વશ્રેષ્ઠ કેચ ઝડપતા મેચમાં ફરી રસપ્રદ વળાંક આવ્યો છે. અણીના સમયે જ ડાઈવ મારનારા બોલ્ડના હાથમાં બોલ ભરાઈ ગયો અને તેણે પણ પોતાનું શરીર બાઉન્ડ્રી લાઈનને સ્પર્શ ન કરે તેનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. આમ RCBએ 11 ઓવરના અંતે 93 રનના સ્કોરે 3જી વિકેટ ગુમાવી હતી. આ સમયે 21 બોલમાં 42 રનના સ્કોરે રમતમાં રહેલા એબી ડીવિલિયર્સ સાથે અન્ય ડેન્જરસ બેટ્સમેન કોરી એન્ડરસન રમતમાં જોડાયો હતો.
કોરી એન્ડરસન આજે પણ ધાર્યા મુજબ ફટકાબાજી કરી શક્યો નહોતો અને ફક્ત 15 રન ફટકારીને આઉટ થઈ ગયો હતો. પરંતુ ખતરનાક બેટ્સમેન ડીવિલિયર્સે પોતાનો છેડો મજબૂત રીતે જાળવી રાખતા ધડાધડી બોલાવી હતી. આ કારણથી જ RCBનો સ્કોર 17મી ઓવરના અંતે 4 વિકેટે 163 રનનો થયો હતો. ડીવિલિયર્સ આ તબક્કે 36 બોલમાં 81 રને રમતમાં હતો.
ડીવિલિયર્સે આ મેચમાં આક્રમક 39 બોલમાં 10 ચોગ્ગા, 5 છગ્ગાની મદદથી 90 રન ફટકાર્યા હતા. જ્યારે છઠા ક્રમે બેટિંગમાં આવેલા મનદીપસિંઘે 9 બોલમાં 1 ફોર, 1 સિક્સ વડે 17 રન નોંધાવ્યા હતા.
નવી દિલ્હીઃ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ દિલ્હી ડેરડેવિલિલ્સને આઇપીએલ સિઝન 11ના 19માં મુકાબલામાં 6 વિકેટથી માતા આપી દીધી છે. ટૉસ હારીને બેટિંગ કરતાં દિલ્હી ડેરડેવિલ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા અને રૉયલ ચેલેન્જર્સ બેગ્લુરુંને જીત માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં રૉયલ ચેલેન્જર્સ બેગ્લુરુંની ટીમે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 176 બનાવી લીધી અને આ મેચ 6 વિકેટથી પોતાના નામે કરી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -