World Cupમાં છ વખત ટકરાયા છે ભારત અને પાકિસ્તાન, એક પણ વખત નથી જીત્યું PAK
2003ના વર્લ્ડકપમાં સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ફાઇનલ સુધી પહોંચી હતી પરંતુ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હતી. આ વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે હાર આપી હતી. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સઇદ અનવરના 101 રનની મદદથી 273 રન બનાવ્યા હતા. જેનાજવાબમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મેન ઓફ ધ મેચ તેંડુલકરે 98 રનની ઇનિંગ રમી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1999ના વર્લ્ડકપમાં ભારતનું પ્રદર્શન ભલે નિરાશાજનક રહ્યું હોય પરંતુ પાકિસ્તાન સામે 47 રને વિજય હાંસલ કર્યો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને છ વિકેટ ગુમાવી 227 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 180 રનમાં સમેટાઇ ગઇ હતી. મેન ઓફ ધ મેચ વેંકટેશ પ્રસાદે શાનદાર પ્રદર્શન કરી પાંચ વિકેટ ઝડપી હતી.
ત્યારબાદ 1996ના વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં ટકરાઇ હતી. આ વખતે ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને નવજોતસિંહ સિદ્ધુની 93 રનની ઇનિંગની મદદથી 287 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 248 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને ટીમનો 39 રને પરાજય થયો હતો.
સૌ પ્રથમ 1992ના વર્લ્ડકપમાં પાકિસ્તાન ભારત સામે હાર્યું હતું. સિડનીમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 43 રનથી હરાવ્યું હતું. આ મેચમાં સચિનના અણનમ 54 રનની મદદથી ટીમ ઇન્ડિયાએ 216 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાન તરફથી આમિર સોહેલે 62 રન બનાવ્યા હતા. કપિલ દેવ, મનોજ પ્રભાકર અને જવાગલ શ્રીનાથે બે-બે વિકેટ ઝડપી હતી. જોકે, આ વર્લ્ડકપમાં પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું.
મુંબઇઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ પણ મેચ દર્શકોમાં રોમાંચ પેદા કરી દે છે. છેલ્લા અનેક વર્ષોથી બંન્ને દેશો વચ્ચે દ્ધિપક્ષીય સીરિઝ બંધ છે પરંતુ ઇન્ટરનેશનલ ટુનામેન્ટમાં ભારત અને પાકિસ્તાન અનેકવાર એકબીજા સામે ટકરાઇ શકે છે. દ્ધિપક્ષીય સીરિઝમાં ભલે પાકિસ્તાન વધુ જીત મેળવી શક્યું હોય પરંતુ વર્લ્ડકપમાં પાકિસ્તાન ક્યારેય ભારતને હરાવી શક્યુ નથી. બે વખતના ચેમ્પિયન ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાં છ વખત પાકિસ્તાન સામે ટકરાયું છે અને દર વખતે ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે. પ્રથમવાર બંન્ને ટીમો 1992માં ટકરાઇ હતી જેમાં ભારતે જીત મેળવી હતી. ત્યારથી લઇને અત્યાર સુધીમાં ભારત પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં ક્યારેય હાર્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -