ઓસ્ટ્રેલિયા ટીમ આ જ મહિને દક્ષિણ આફ્રીકાના પ્રવાસે જવાની છે. અહીં ટીમને 3 ટી20 અને 3 વનડેની સીરીઝ રમવાની છે. બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પ્રથમ વખત દક્ષિણ આફ્રીકાના પ્રવાસ પર જઈ રહી છે. ટીમના કેપ્ટન એરોન ફિંચ છે.
ક્રિકેટ વેબસાઈટ ઈએસપીએનક્રિકન્ફોએ પોન્ટિંગને ટાંકીને લખ્યું છે કે, ‘ટીમમાંથી અનુભવી ખેલાડી બહાર જવાથી હું ઘણો ચિંતિત હતો. બિનિઅનુભવને કારણે ટીમમાં એક ખાલીપન પણ આવી રહ્યું હતું, જેના કારણે તેઓ (ટીમના ખેલાડી) ‘ના’કહી શકતા ન હતા. બધુ નિયંત્રણની બહાર થઈ ગયું હતું.’ બે વખત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પોન્ટિંગે કહ્યું કે, આ સંપૂર્ણ રીતે વ્યક્તિગત દ્રષ્ટિકોણ છે.
2018માં થયેલ આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ ડેવિડ વોર્નરને માનવામાં આવે છે. જેમા તેનો સાથે ત્યારના તત્કાલિન કેપ્ટને પણ આપ્યો હતો અને તેની સજા જ બંન્નેને ભોગવવી પડી. વોર્નરે ગત વર્ષે જ એક વર્ષના પ્રતિબંધ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી છે.