દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી મેચની પ્રથમ ઇનિંગમાં શાનદાર બેટિંગ કરતા રોહિતે બેવડી સદી(212 રન) ફટકારી હતી. રોહિત શર્માની ટેસ્ટમાં આ પ્રથમ બેવડી સદી છે.
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્મા 19 સિક્સ સાથે પ્રથમ ક્રમે છે. ઈંગ્લનેન્ડનો બેન સ્ટોક્સ 13 સિક્સ સાથે બીજા ક્રમે છે. જ્યારે ભારતના મયંક અગ્રવાલ અને રવીન્દ્ર જાડેજા સાત છગ્ગા સાથે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત રોહિત શર્મા દ્વી પક્ષીય ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે સિક્સ મારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જયારે રોહિતે આ રેકોર્ડ તોડતા ચાલુ સીરિઝમાં સિક્સનો આંકડો 1 9પર પહોંચાડી દીધો છે.
રોહિતે સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે પોતાના કેરિયરની છઠ્ઠી સદી પૂરી કરી હતી. સાથે જ દક્ષિણ આફ્રિકા સાથેની આ સીરિઝમાં તેમની ત્રીજી સદી છે.
રોહિત શર્માએ સીરિઝમાં ફટકારી ત્રીજી સદી, ટેસ્ટમાં બે હજાર રન કર્યા પૂરા
IND v SA: રોહિત શર્માએ સદી ફટકારતાં જ લગાવી રેકોર્ડની વણઝાર, જાણો વિગતે
‘સુપરમેન’ બનીને આ વિકેટકીપરે પકડ્યો શાનદાર કેચ, વીડિયો થયો વાયરલ