ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માના 159 રન અને લોકેશ રાહુલના 102 રનની મદદથી 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 387 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ 159 રનની ઈનિંગ દરમિયાન 17 ચોગ્ગા અને 5 ગગનચુંબી સિક્સર ફટકારી હતી. રોહિત શર્મા ચાલુ વર્ષે ઈન્ટરનેશલ ક્રિકેટમાં કુલ 77 સિક્સર ફટકારી ચુક્યો છે અને હજુ એક વન ડે બાકી હોય આ રેકોર્ડ વધુ મજબૂત કરે તેવી શક્યતા છે. ચાલુ વર્ષે બીજા નંબર પર રહેલા ઈંગ્લેન્ડના ઇયોન મોર્ગને 60 સિક્સર ફટકારી છે.
2018માં પણ રોહિત શર્મા 74 સિક્સ મારીને પ્રથમ ક્રમે રહ્યો હતો. 2017માં રોહિત શર્માએ આંતરરાષ્ટ્રી ક્રિકેટમાં 65 સિક્સ ફટકારી હતી અને સૌથી વધુ સિક્સ મારવામાં નંબર-1 રહ્યો હતો. રોહિત શર્માએ 2019ના વર્ષમાં 1427 રન બનાવ્યા છે.
કરિયરની 28મી સદી ફટકારવાની સાથે વન ડેમાં સૌથી વધારે સદીના મામલે તે શ્રીલંકાના સનથ જયસૂર્યા સાથે સંયુક્ત રીતે ચોથા નંબર પર આવી ગયો છે. આ ઉપરાંત એક કેલેન્ડર વર્ષમાં સાત સદી ફટકારીને તે ગાંગુલી-વોર્નરની ક્લબમાં પણ સામેલ થઈ ગયો છે.
IND v WI: વિરાટ કોહલી અને પોલાર્ડે બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણીને થશે આશ્ચર્ય
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની પાંચમી સૌથી મોટી જીતના આ ખેલાડી રહ્યા હીરો, જાણો વિગત