રવીન્દ્ર જાડેજાને મુક્કો મારવા માંગતો હતો આ ભારતીય ક્રિકેટર, જાણો શું છે કારણ
રોહિતે જણાવ્યું કે લેપર્ડ તેની આંખોમાં જોઈ રહ્યોય હતો ત્યારે રવીન્દ્ર જાડેજા અલગ-અલગ પ્રકારના અવાજો નિકાળી પોતાની તરફ બોલાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જેના કારણે રોહિત શર્મા ખુબ ગુસ્સે થઈ ગયો હતો અને તેણે જણાવ્યું કે તે સમયે મને ઈચ્છા થઈ હતી કે તેને મોઢા પર એક મુક્કો મારી દઉં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સમયે તેઓ લેપર્ડ વોક જોવા માટે જંગલમાં અંદર સુધી ગયા હતા. આ સફારી દરમિયાન રોહિત સાથે તેની પત્ની રિતિકા, અજિક્ય રહાણે, રાધિકા અને રવીન્દ્ર જાડેજા પણ સાથે હતો.
રોહિત શર્માએ એક ટોક શોમાં આ વાતનો ખુલાસો કર્યો છે. રોહીત જ્યારે જાડેજાને મુક્કો મારવા માગતો હતો ત્યારે અજિંક્ય રહાણે પણ ત્યાં હાજર હતો. રોહિતે આ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે દક્ષિણ આફ્રીકાના પ્રવાસ દરમિયાન ભારતીય ખેલાડીઓ જોહાનિસબર્ગથી 90 કિલોમીટર દૂર મઝીકી સફારી ફરવા માટે ગયા હતા.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ જ્યારે દ. આફ્રીકના પ્રવાસ પર ગઈ હતી ત્યારે ત્યાં રોહિત શર્માનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. એક બે મેચમાં બેટિંગ સારી રહી હતી પણ જેવી અપેક્ષા હતી તેવું પ્રદર્શન જોવા મળ્યું ન હતું. આ પ્રાવસ પર એક એવી ઘટના ઘટી હતી જ્યારે રોહિત શર્મા પોતાના સાથી ખેલાડી રવીન્દ્ર જાડેજાને મુક્કો મારવાનું વિચારી રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -