નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ 21 ફેબ્રુઆરીએ વેલિંગ્ટન ખાતે રમાવાની છે. આ ટેસ્ટ ન્યૂઝિલેન્ડના સૌથી દિગ્ગજ ખેલાડી રૉસ ટેલર માટે ખાસ મેચ છે. ટેલર આ ફોર્મેટમાં પોતાની 100મી મેચ રમશે. આ સાથે જ તે ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર વર્લ્ડનો પ્રથમ પ્લેયર બનશે. ટેલર આ પહેલા જ 100 ટી20 અને 231 વનડે રમી ચુક્યો છે.
35 વર્ષીય ટેલરે આ ખાસ મુકામ સુધી પહોંચતા પહેલા સ્પષ્ટ કરી દીધું છે કે, હાલ ક્રિકેટને અલવિદા કહેવાનો કોઈ જ ઈરાદો નથી. તેણે કહ્યું હું 2023નો વનડે વર્લ્ડ કપ રમવા માંગુ છું. પરંતુ 2021ના અંતે મારુ ફોર્મ અને ફિટનેસ લેવલ કેવું છે તેના પર આધાર રાખે છે. હાલમાં મારો ફોકસ T20 વર્લ્ડ કપ પર છે. તેમજ તેના પછી હોમ સીઝનમાં સારો દેખાવ કરવા મક્કમ છું. ત્યારબાદ ફોર્મ અને ફિટનેસ પર બધું નિર્ભર કરે છે.
ટેલર પહેલા ન્યૂઝિલેન્ડના ત્રણ ખેલાડીઓ ફ્લેમિંગ, ડેનિયલ વિટ્ટોરી અને બ્રેન્ડન મેક્કુલમ 100થી વધુ ટેસ્ટ રમી ચુક્યા છે. ટેલર 100 ટેસ્ટ રમનાર ચોથો પ્લેયર બનશે. ગત મહિનામાં જ ટેલરે ફ્લેમિંગનો 7172 રનનો રેકોર્ડ તોડતા ન્યૂઝિલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનનો રેકોર્ડ બનાવ્યો છે.
IPL 2020નો શેડ્યૂલ જાહેર, એક ક્લિકમાં જાણો ક્યારે-ક્યાં કઈ ટીમો વચ્ચે થશે ટક્કર
ટીમ ઈન્ડિયાના આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરના પુત્રએ કર્યો કમાલ, બે મહિનામાં ફટકારી 2 બેવડી સદી
રોસ ટેલરની સૌથી ખાસ ક્લબમાં થશે એન્ટ્રી, ભારત સામે પ્રથમ ટેસ્ટ રમીને આ ઉપલબ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બનશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Feb 2020 08:35 PM (IST)
ગત મહિનામાં ટેલરે ફ્લેમિંગનો 7172 રનનો રેકોર્ડ તોડતા ન્યૂઝિલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનનો રેકોર્ડ બનાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -