નવી દિલ્હીઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને કેરેબિયન દિગ્ગજ બ્રાયન લારાના ચાહકો માટે એક સારા સમાચાર છે. આ બંને મહાન બેટ્સમેન એકવાર ફરી મેદાન પર જોવા મળશે. ઘણા સમયથી મેદાનથી દૂર આ બંને ખેલાડીઓની ધમાકેદાર બેટિંગ એકવાર ફરી મેદાન પર જોવા મળશે.



સચિન અને લારાસહિતના પૂર્વ ક્રિકેટરો આગામી વર્ષે થનારી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ દરમિયાન મેદાનમાં રમતા નજરે આવશે. આ વર્લ્ડ સિરીઝ એક ટી20 ટૂર્નામેન્ટ છે જેમાં પાંચ દેશોના નિવૃત્ત ક્રિકેટર્સ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડીઓ પોતાનો જલવો દેખાડશે. બીસીસીઆઈએ તાજેતરમાં આ ટૂર્નામેન્ટને ભારતમાં યોજવાની મંજૂરી આપી છે. બીસીસીઆઈનું માનવું છે કે આ ટૂર્નામેન્ટ દ્વારા ભારતમાં ટી-20 ક્રિકેટની લોકપ્રિયતામાં વધુ વધારો થશે.



ભારતમાં 2થી 16 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, વિરેન્દ્ર સેહવાગ, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન અને જોન્ટી રોડ્સ સહિત ઘણા જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટરો મેદાન પર ઉતરશે. 46 વર્ષના તેંડુલકર ટેસ્ટ અને વનડેમાં વિશ્વના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેમણે 24 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 34,000થી વધુ રન બનાવ્યા છે. જેમાં તેની 100 સદી સામેલ છે.



2008માં તેંડુલકરે લારાના ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. લારાના નામે ટેસ્ટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર અણનમ 400 રનનો રેકોર્ડ બોલે છે. તેણે આ ઈનિંગ 2004માં ઈંગ્લેન્ડ સામે એન્ટિગુઆમાં રમી હતી. લારાનો આ રેકોર્ડ આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી.

ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ક્રિકેટરને દિવાલમાં મુક્કો મારવો પડ્યો ભારે, જાણો શું થયું

બાથરૂમનો નળ રિપેર કરવા પ્લંબરને બોલાવ્યો ઘરે, પછી મહિલા સાથે કર્યું.........

રાજ્ય સરકારે ST કર્મચારીઓને આપી દિવાળી ભેટ, પગારમાં કર્યો તોતિંગ વધારો, જાણો વિગત