સચિને કોહલી અને ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં આપ્યો જીતનો ગુરુમંત્ર, જાણો શું કહ્યું
તેણે એમ પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં શરૂઆતની 30-35 ઓવર ખૂબ મહત્વની હોય છે. બોલ નવો હોવાના કારણે સ્વિંગ થાય છે. બાદમાં થોડો નરમ પડે છે અને ફાસ્ટ બોલરોને પિચથી ઓછી મદદ મળે છે. ઉલેલખનીય છે પૃથ્વી શૉ પ્રેક્ટિસ મેચમાં ઇજાગ્રસ્ત થતાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગની સમસ્યા ઉભી થઈ છે. કેએલ રાહુલ, મુરલી વિજય અને રોહિત શર્મા પૈકી ટીમ ઈન્ડિયા કોને ઓપનિંગમાં મોકલે છે તે જોવું રહ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App45 વર્ષીય માસ્ટર બ્લાસ્ટરે કહ્યું કે, તમે ક્યાં રમી રહ્યા છો તેના પર બધુ નિર્ભર હોય છે. મેં ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કહ્યું હતું કે શરૂઆતની 40 ઓવર મહત્વની હોય છે. કારણકે તે બાદ બોલ નરમ પડવા લાગે છે. બોલ સ્વિંગ થાય છે પરંતુ તમારી પાસે ક્રિઝ પર ઉભા રહેવાનો સમય હોય છે. જ્યારે બોલ નવો હોય ત્યારે તમારી પાસે ક્રીઝ પર ઉભા રહેવાનો ઓછો સમય રહે છે.
સચિને કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ જોડી સારું પ્રદર્શન કરે તે જરૂરી છે. જ્યારે તમે આવી જગ્યાએ રમવા જાવ ત્યારે ઓપનિંગ જોડી મહત્વની બની જાય છે. ક્યારેક ત્રીજા તો ઘણી વખત ચોથા નંબરના બેટ્સમેન જલદી મેદાન પર આવવું પડે છે. વિદેશમાં ટોચના ત્રણ બેટ્સમેનોની જવાબદારી શરૂઆતની 30 ઓવરનો સામનો કરવાની હોય છે.
નવી દિલ્હીઃ ભારત સામે 6 ડિસેમ્બરથી શરૂ થતી ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરી હોવા છતાં મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ ઘરેલુ સ્થિતિનો લાભ ઉઠાવી ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. ક્રિકેટના ભગવાન ગણાતાં ભારતના પૂર્વ ખેલાડી સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીત માટે મંત્ર આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -