ડર્બનઃ સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે રાત્રે ડર્બનમાં બીજી T-20 રમાઈ હતી. મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 204 રન બનાવ્યા હતા.બેન સ્ટોક્સ 30 બોલમાં 47 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. મોઈન અલીએ 11 બોલમાં 39 રન, બેયરસ્ટોએ 17 બોલમાં 35 રન અને જેસન રોયે 29 બોલમાં 40 રનનું યોગદાન આપ્યું હતું. એન્ગીડીએ 3 અને ફુલેકવાયોને 2 સફળતા મળી હતી.

મેચ જીતવા 205 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 202 રન બનાવી શકી હતી. જેના કારણે સાઉથ આફ્રિકાનો 2 રનથી વિજય થયો હતો. સાઉથ આફ્રિકાના કેપ્ટન ક્વિન્ટન ડી કોકે 22 બોલમાં 65 (8 છગ્ગા, 2 ચોગ્ગા) રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જોકે ડી કોકની આક્રમક ઈનિંગ છતાં આફ્રિકાની ટીમ વિજયથી 2 રન દૂર રહી હતી.


ડી કોકે કયો રેકોર્ડ બનાવ્યો ?

ડી કોકે 17 બોલમાં જ ફિફ્ટી પૂરી કરી હતી. જેની સાથે જ સાઉથ આફ્રિકા તરફથી T20Iમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો. તેણે એબી ડીવિલિયર્સનો રેકોર્ડ તોડ્યો હતો. ડીવિલિયર્સે 2016માં ઈંગ્લેન્ડ સામે જોહાનિસબર્ગમાં માત્ર 21 બોલમાં ફિફ્ટી મારી હતી. ઉપરાંત ડી કોકે મુંબઈમાં ઈંગ્લેન્ડ સામે 2016માં 21 બોલમાં જ ફિફ્ટી કરી હતી.

ભારત આવતા પહેલા ટ્રમ્પે કર્યુ ટ્વિટ, લખ્યું- ફેસબુક પર હું નંબર 1 અને PM મોદી નંબર 2

 ટોલ પ્લાઝા પર આજથી 29 ફેબ્રુઆરી સુધી ફ્રી મળશે FASTag, જાણો શું કરવું પડશે