સીનિયર ભારતીય ક્રિકેટરે રવિ શાસ્ત્રી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- હવે કોચ જવાબ આપે
શાસ્ત્રીએ શ્રેણી શરૂ પહેલા કહ્યું હતું કે, “ઈંગ્લેન્ડની પીચ અને કન્ડીશન્સની ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર કોઈ અસર નહીં પડે. અમે દરેક મેચને ઘરેલુ મેચની જેમ રમીશું. અમારી ટીમ આક્રમક છે અને જીતવા માટે રમીએ છીએ. ઈંગ્લેન્ડ સામે આ સીરિઝમાં અમે જીતવા માટે જ રમીશું. અમે અહીંયા મેચ ડ્રો કરવા નથી આવ્યા. મેચ જીતવાની પૂરી કોશિશમાં જો અમે હારી પણ જઈશું તો તે અમારા માટે દુર્ભાગ્યપૂર્ણ ગણાશે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હાર બાદ અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું કે, હવે શાસ્ત્રીએ આગળ આવવું જોઈએ અને ભારતની હાર પર જવાબ આપવો જોઈએ. ટીમ ઈન્ડિયાના કોચ તરીકે તે બધી બાબતોમાં જવાબદાર છે. જો ટીમ ઈન્ડિયા સીરિઝ હારી જશે તો શાસ્ત્રીએ તેના નિવેદનો અંગે વિચારવું પડશે અને માનવું પડશે કે ક્રિકેટની રમતમાં કન્ડીશન્સ ઘણું મહત્વ ધરાવે છે.
હરભજને એમ પણ કહ્યું કે, લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને પ્રતિકાર કરવાની કોઈ કોશિશ પણ ન કરી. ટીમમાંથી જીતવાની ઈચ્છા જ ગાયબ થઈ ગઈ હતી અને ખેલાડીઓ વિરોધી ટીમ સામે કોઈ પડકાર મુકી શક્યા નહોતા. જે સૌથી નિરાશાજનક છે.
લંડનઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાને ચારેબાજુથી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમ ઈન્ડિયા હાલ શ્રેણીમાં 2-0થી પાછળ છે. લોર્ડ્સ ટેસ્ટમાં થયેલા કારમા પરાજય બાદ ટીમ ઈન્ડિયાના સિનિયર ક્રિકેટર હરભજન સિંહે પણ ભારતીય ટીમની રણનીતિ અને કોચ રવિ શાસ્ત્રીની ભૂમિકાને લઈ મહત્વના સવાલ ઉઠાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -