IPL ચેરમેનના પી.એ.એ ક્રિકેટરને ટીમમાં પસંદ થવું હોય તો સેક્સ માટે કોલગર્લની વ્યવસ્થા કરવા કહ્યું ને......
અકરમે આ મામલે કહ્યું કે, સત્ય ખુબ જ ઝડપી બહાર આવી જશે. હું રાજીવ શુક્લા જેવા મોટા વ્યક્તિ સાથે જોડાયેલ છું તેથી સ્વભાવિક છે કે લોકો બધી બાજુંથી મારા પર હુમલો કરવાનો પ્રયત્ન કરશે. મારા નજીકના જ મારા વિરૂદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે. લગભગ 15 લોકો આમાં સામેલ છે. આ મામલો અત્યારે કેમ સામે આવ્યો છે, જ્યારે આ મામલો 2015નો છે. તો પછી આ 2018માં કેમ સાર્વજનિક થયો છે? અકરમ ઘણા સમયથી રાજીવ શુક્લાના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ છે. તેમને બીસીસીઆઈ તરફથી માસિક વેતન પણ મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત ચેનલે એક નિવેદનમાં ઓડિયો ટેપ પણ જાહેર કરી છે. આમા કથિત રીતે સૈફી કહી રહ્યો છે કે શર્મા છોકરીની ગોઠવણી કરીને તેને દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં મોકલી દે. તે પછી કેટલીક મેચો માટે ટીમમાં તેના નામની પસંદગી થઈ જશે. ચેનલ પર કેટલાક અન્ય યુવા ખેલાડીઓએ આરોપ લગાવ્યો છે કે, પસંદગીકર્તાઓએ ટીમમાં પસંદગી માટે લાંચની માંગ કરી હતી.
આ કેસમાં જ્યારે અકરમ સૈફીનો પક્ષ જાણવા માટે તેમનો સંપર્ક કર્યો તો તેમને બધા જ આરોપોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું કે, મને બદનામ કરવા માટે આ પ્રકારના આરોપ મારા પર લગાવવામાં આવ્યા છે. સૈફીએ પોતાના બચાવમાં કહ્યું કે, છોકરાનું કહેવું છે કે, તેણે છોકરી મોકલી. જો તેના આરોપ સાચા છે તો તેને ક્રિકેટ જરૂર રમવી જોઈએ, સાચું? શું તે રમ્યો? રાહુલનો આરોપ ત્યારે સાચો સાબિત થાય જ્યારે તે યૂપી માટે ક્રિકેટ રમ્યો હોય. યુપીના 60 ખેલાડીઓમાં ક્યારેય તેનું નામ લિસ્ટમાં આવ્યું નથી.
નવી દિલ્હીઃ ક્રિકેટમાં એક નવા સ્કેન્ડલનો ખુલાસો થયો છે. ઉત્તર પ્રદેશના એક ઉભરતા ક્રિકેટર રાહુલ શર્માએ આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાના એક્ઝીક્યૂટિવ આસિસ્ટન્ટ મોહમ્મદ અકરમ સૈફી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તે તેને યૂપીની ટીમમાં સિલેક્શનના બદલામાં યુવતીઓ સપ્લાઈ કરવાની માગ કરતો હતો. આ ખુલાસો એક ખાનગી ચેનલા સ્ટિંગ ઓપરેશનમાં થયો છે. ક્રિકેટર રાહુલ શર્માએ આરોપ લગાવ્યો છે કે, અકરમે બીસીસીઆઈની એક ગ્રુપ ટૂર્નામેન્ટમાં રમવા માટે પ્લેયર્સને નકલી સર્ટિફિકેટ આપવાનું કામ પણ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -