પરંતુ જો કોઇ શાહરૂખ ખાનના આ કરોડોના બંગલામાં એક રૂમ ભાડે લેવા માંગે તો તેનું ભાડું કેટલું થશે? બુધવાર રાતે #AskSRK સેશન દરમિયાન શાહરૂખ ખાને તમામ સવાલના જવાબ આપ્યા છે આ વચ્ચેસ તેને એક ટ્વિટર યુઝરે પૂછી લીધું કે જો તે મન્નતમાં એક રૂમ ભાડે લેવા માંગે તો તેને કેટલામાં પડશે. જેનો શાહરૂખે ખૂબ સરસ જવાબ આપ્યો છે.
શાહરૂખે કહ્યું કે 30 વર્ષની મહેનતમાં પડશે. એટલે કે સ્પષ્ટ છે કે શાહરૂખના દિલની સૌથી નજીક એવા આ ઘરને તે કોઇપણ કિંમતે ભાડે નહી આપે અને જો કોઇ આવું ઘર બનાવવા માગે તો તેણે તનતોડ મહેનત કરવી જોઇએ.
જણાવી દઇએ કે શાહરૂખે મુંબઇ સ્થિત પોતાનો બંગલો મન્નત 2001માં 13.32 કરોડમાં લીઝ પર ખરીદ્યો હતો. પરંતુ આજે આ બંગલાની કિંમત 200 કરોડ રૂપિયા છે.
શાહરૂખે 2001માં આ જગ્યાને લીઝ પર લેવા માટે વન ટાઇમ ઓક્યુપેસી ફીસ 8.3 કરોડ રૂપિયા આપ્યા હતા. આ પહેલા શાહરૂખ ખાને મુંબઇમાં રેન્ટ પર રહેતા હતા. Housing.com અનુસાર શાહરૂખે 2446 વર્ગ ફીટ જગ્યા 2001માં ખરીદી હતી. તે સમયે 2325 રૂપિયા પ્રતિવર્ષ મિનિમલ ભાડું ચૂકવતો હતો. ત્યારે તે વિલા વિએના કહેવામાં આવતો હતો.