નવી દિલ્હીઃ આઈપીએલ 2019ના ફાઈનલમાં લોહી લુહાણ ગોઠણની સાથે 80 રનની ઐતિહાસિક ઇનીંગ રમનાર શેટ વોટ્સનનો એક નવો વીડિયો સામે આવ્યો છે. ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વોટ્સન ઠીક રીતે ચાલી પણ નથી શકતો.

આઈપીએલની ફાઇનલમાં પોતાની તોફાની ઇનિંગના દમ પર ઓસ્ટ્રેલિયન પ્લેયર શેન વોટસને પોતાની ટીમને લગભગ ચેમ્પિયન બનાવી જ દીધી હતી પરંતુ તે છેલ્લી ઓવરમાં રન આઉટ થઈ ગયો હતો. વોટસનના રન આઉટ થવાનું કારણ તેની ઈજા હતી જે તેને ફાઇનલ મેચ દરમિયાન થઈ હતી. મેચ દરમિયાન વોટસના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેના ઘૂંટણથી લોહી પણ વહી રહ્યું હતું પરંતુ તેના વિશે તેણે કોઈને જણાવ્યું નહીં. તે દર્દ સહન કરતો બેટિંગ કરતો રહ્યો. શેન વોટસનની આ ઈજાનો ખુલાસો તેના સાથે હરભજન સિંહે કર્યો હતો. જ્યારે વોટસનની હકીકત ફેન્સની સામે આવી તો તમામે વોટસનને સલામ કરી.



આપને જણાવી દઈએ કે આઈપીએલ ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને 1 રનથી હરાવ્યું હતું. એક સમય એવું હતું જ્યારે ચેન્નઈ સરળતાથી મેચ જીતી રહી હતી પરંતુ છેલ્લી ઓવરમાં શેન વોટસન રન આઉટ થતાં જ સમગ્ર મેચનું પાસું પલટાઈ ગયું અને મુંબઈ આઈપીએલ ચેમ્પિયન બની ગઈ.