Asia Cup 2018: શિખર ધવને બનાવ્યો સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ
ઓવર ઓલ વન ડે ક્રિકેટની વાત કરીએ તો શિખર ધવન ભારતના સાતમાં એવા ખેલાડી છે, જેમણે એક દાવમાં ચાર કેચ ઝડપ્યા છે. તેમની પહેલા સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, મોહમ્મદ અઝહરુદ્દીન, રાહુલ દ્રવીડ, મોહમ્મદ કૈફ અને વીવીએસ લક્ષ્મણએવું કરી ચુક્યા છે. વર્લ્ડ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાનાં જોન્ટી રોડ્સનાં નામે છે. તે વિશ્વનાં એક માત્ર ક્રિકેટર છે, જેણે એક જ દાવમાં 5 વિકેટ ઝડપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ભારતીય ક્રિકેટર શિખર ધવને એશિયા કપની કોઇ એક મેચમાં સૌથી વધારે કેચ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો છે. શિખર ધવને બાંગ્લાદેશની વિરુદ્ધ સુપર-4ની મેચમાં ચાર કેચ ઝડપી લીધા હતા. શિખર ધવન ટૂર્નામેન્ટની એક મેચમાં 4 કેચ ઝડપી લીધા હતા. વીવીએસ લક્ષ્મણે 2004માં આ રેકોર્ડ કર્યો હતો.
શિખર ધવને જસપ્રીત બુમરાહની ઓવરમાં ઓપનર નઝમુલ હસન શંટોનો સ્લિપમાં કેચ ઝડપી લીધો હતો. આ બાંગ્લાદેશની બીજી વિકેટ હતી. શિખર ધવને બીજો કેચ રવીન્દ્ર જાડેજાનાં બોલ પર શાકિબ અલ હસનનો ઝડપી લીધો હતો. શાકિબ હવામાં સ્વીપ કરતા સ્કવેર લેગ પર ગયા હતા. આ બાંગ્લાદેશની ત્રીજી અને જાડેજાની પ્રથમ વિકેટ હતી.
શિખર ધવનને ત્રીજો કેચ જસપ્રીત બુમરાહનાં બોલમાં મેહદી હસનનો ઝડપી લીધો હતો. શિખર ધવને ચોથો કેચ જસપ્રીત બુમરાહનાં બોલમાં મુસ્તફિઝુર રહેમાને લીધો હતો. મુસ્તપિજુર રહેમાને રૂમ બનાવીને શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ સરળ કેચ આપી બેઠો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -