તેણે 105 ઈનિંગ દરમિયાન 6 સિક્સ અને 8 ફોર મારી હતી. આ ઉપરાંત બોલિંગમાં પણ તેણે કમાલ દેખાડ્યો હતો. 3 ઓવરમાં 11 રન આપી તેણે પાકિસ્તાનના ઓપનર હૈદર અલીની વિકેટ લીધી હતી. યશસ્વી આજે ભારતમાં ભરમાં સ્ટાર બની ગયો છે. જોકે તેણે અહીં પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. પેટનો ખાડો પુરવા માટે યશસ્વી એક સમયે પાણીપુરી પણ વેચતો હતો.
રાવલપિંડી એક્સપ્રેસ નામથી જાણીતા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે અંડર 19 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમની 10 વિકેટથી શાનદાર જીત બાદ કહ્યું, ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે. જ્યારે પાકિસ્તાનની આલોચના કરતાં કહ્યું, આ રીતે રમને ટીમ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવાની હકદાર નહોતી.
અખ્તરે કહ્યું, ભારતીય ટીમ પ્રશંસાની હકદાર છે. ટીમમાં જયસ્વાલ સહિત કેટલાક એવા ખેલાડીઓ છે જે ભવિષ્યમાં સીનિયર સ્તર પર ભારત તરફથી રમી શકે છે. ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે તે જોઈને હું ખૂબ ખુશ છું. યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલની પ્રશંસા કરતાં કહ્યું કે, ભારતીય ખેલાડી ગામ છોડીને મુંબઈમાં ક્રિકેટ રમવા આવ્યો હતો. તે ટેંટમાં સૂતો હતો. અંડર-19 ક્રિકેટમાં બે સદી ફટકારી ચુક્યો છે. કપરા સમયમાં તે પાણીપુરી પણ વેચતો હતો. અખ્તરે પાકિસ્તાનના યુવા ખેલાડીઓને યશસ્વી પાસેથી પ્રેરણા લેવાની ટકોર કરી હતી.
ભારતની અંડર 19 ટીમનો આ સ્ટાર સાંજે પાણી-પુરી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતો, જાણો વિગત
આ રાજ્યમાં ટુ વ્હીલર ખરીદવા પર મળશે ફ્રી હેલ્મેટ, પરિવહન મંત્રીએ આપ્યો આદેશ
ફૂલ વેચતી મહિલાના બેંક એકાઉન્ટમાં હતા 60 રૂપિયા, અચાનક જમા થયા આટલા કરોડ તો ઉડી ગયા હોશ