જયપુરઃ 1 એપ્રિલથી રાજસ્થાનમાં વેચાનારા તમામ ટુ-વ્હીલરની સાથે ISI માર્કાનું હેલ્મેટ ફ્રીમાં આપવામાં આવશે. ફ્રી હેલ્મેટનો ખર્ચો ડીલર ઉઠાવશે. રાજસ્થાનના પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે આદેશ જાહેર કર્યો છે. આદેશમાં પરિવહન મંત્રીએ કહ્યું, 1 એપ્રિલથી સમગ્ર રાજસ્થાનમાં નવી મોટર સાઇકલ, સ્કૂટર કે કોઇપણ ટૂ વ્હીલર વાહન ખરીદનારા વ્યક્તિને આઈએસઆઈ માર્કાનું હેલ્મેટ મોટરસાઇકલ કંપનીઓએ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવું પડશે.


કેમ ભર્યું આવું પગલું ?

સડક દુર્ઘટનામાં ઘટાડો લાવવા અને વધી રહેતા મોતના આંકડા ઓછા કરવા તથા લોકોના જીવ બચાવવાના ઉદ્દેશથી આ પગલું ભરવામાં આવ્યું છે. ખાચરિયાવાસે કહ્યું કે, દુર્ઘટનાઓ રોકવી અમારી પ્રાથમિકતા છે.

આ દરમિયાન રાજસ્થાન સરકારે કેન્દ્રના મોટર વ્હીકલ એક્ટની દંડની રકમમાં ઘટાડો કરવાની તૈયારી કરી લીધી છે. દંડ ઘટાડવાના પ્રસ્તાવને વિવિધ વિભાગની મંજૂરી મળી ગઈ છે. આ પ્રસ્તાવ પર રાજ્યના સીએમ અશોક ગહલોત અને નાણા મંત્રીની સહમતિ મળવાની બાકી છે. સંશોધિત પ્રસ્તાવ લાગુ થયા બાદ સમગ્ર દેશમાં રાજસ્થાન મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સૌથી ઓછો દંડ લેનારું રાજ્ય બની જશે.

PHOTOS: બોલિવૂડની સ્ટાર સિંગરે લગ્નના 5 વર્ષ બાદ પ્રથમ વખત શેર કરી લગ્નની તસવીરો

IND v NZ: પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડીએ રચ્યો ઈતિહાસ, જાણો વિગત

કોરોના વાયરસથી સુરતના હીરા ઉદ્યોગને થશે કરોડોનું નુકસાન, આંકડો જાણીને રહી જશો દંગ