વાયરલ થયેલા વીડિયોમાં પાકિસ્તાની ક્રિકેટર કેપ્ટન સરફરાજ અહેમદ, શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની સાથે વહાબ રિયાઝ અને ઇમામ-ઉલ-હક સહિતના ખેલાડીઓ દેખાઇ રહ્યા છે. આ બધા પાક ખેલાડીઓ માન્ચેસ્ટરની ફેમસ શીશા કેફેમાં લેટ નાઇટ 2 વાગે પાર્ટી કરી રહ્યાં છે, પિઝા અને બર્ગરની મોજ માણી રહ્યાં છે.
વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં હારથી દુઃખી થયેલા પાકિસ્તાની ફેન્સે પાકિસ્તાની ક્રિકેટરોને આડેહાથે લેવાનુ શરૂ કરી દીધુ હતુ. અહીં કેટલાક ટ્વીટ છે.