ન્યુઝીલેન્ડમાં દરિયામાં ડૂબી જતાં વડોદરાના યુવકનું મોત, પત્નીનો બચાવ
મળતી માહિતી પ્રમાણે વડોદરાના હેમિન લિંબાચીયા અને તનવી ભાવસાર વડોદરા ખાતે લગ્ન કર્યા પછી ન્યુઝીલેન્ડ ગયા હતા. દરમિયાન તેઓ ગત 14મી જાન્યુઆરીએ વાઈમારા બીચ પર ફરવા ગયા હતા. અહીં દરિયામાં બંને ડુબી ગયા હતા. જ્યાં હેમિનનું ડુબી જતા મોત થયું હતું. જ્યારે તનવીનો આબાદ બચાવ થયો હતો. હાલ, હેમિનની લાશ વડોદરા લાવવાની તજવીજ ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App14મી જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડમાં નેશનલ ડે હોવાથી હેમિન અને તનવી ન્યુઝીલેન્ડના વાઇમારામા બીચ પર ફરવા માટે ગયા હતા. નવદંપતી દરિયા કિનારે દરીયાઇ મોજાનો આનંદ લઇ રહ્યું હતું. તે સમયે દરીયામાં ઉઠેલા વિકરાળ દરીયા મોજા નવદંપતીને ખેંચી ગયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક પ્રશાસનને થતાં તુરંત જ હેલિકોપ્ટર બચાવ માટે પહોંચી ગયું હતું.
બંનેને રેસ્ક્યૂ કરી કિનારે લઇ આવ્યા હતા અને બંનેને પ્રાથમિક સારવાર અપાઇ હતી. પરંતુ હેમિન બચી શક્યો ન હતો. જ્યારે તનવી બચી ગઈ હતી. હેમિન અને તનવી વચ્ચે સ્કૂલકાળથી જ પ્રેમસંબંધ હતો. હેમિને એકાઉન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. અભ્યાસ પૂરો થયા બાદ તે છેલ્લા 3 વર્ષથી ન્યૂઝીલેન્ડ હતો. અહીં સેટ થયાના દોઢ વર્ષ પછી પરત વડોદરા આવ્યો હતો અને તનવીને પોતાની સાથે લઇ ગયો હતો.
ગત તા.4 ડિસેમ્બરે વડોદરાની જ રહેવાસી અને છેલ્લા દોઢ વર્ષથી ન્યુઝીલેન્ડમાં જ હેમિન સાથે સ્થાયી થયેલી તેની પ્રેમિકા તનવી ભાવસાર સાથે વડોદરામાં ધામધૂમથી લગ્ન થયા હતા. લગ્ન પછી ગત 30મી ડિસેમ્બરે સિંગાપોર ફરવા માટે ગયું હતું. ચાર દિવસ સિંગોપોરમાં ફરીને તેઓ 4 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ રવાના થઇ ગયું હતું.
હેલિકોપ્ટર દ્વારા યુગલને રેસ્ક્યૂ કરી બહાર કઢાયું હતું, જેમાં યુવકનું મોત પીજ્યું હતું. જ્યારે યુવતીનો આબાદ બચાવ થયો છે. હેમિન વડોદરા શહેરના વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા પાસે 41, પિતાંબર ટાઉનશિપમાં રહેતા અને ઓ.એન.જી.સી.માં ફરજ બજાવતા વિનુભાઇ લિંબાચીયા અને પત્ની ધર્મિષ્ઠાબહેનનો એકનો દીકરો છે.
વડોદરાઃ વડોદરાના યુવકનું ન્યુઝીલેન્ડના દરિયામાં ડુબી જતાં મોત થયું છે. યુવકના ગત ચોથી ડિસેમ્બરે લગ્ન થયા હતા. લગ્ન પછી યુવક પત્ની સાથે ન્યુઝીલેન્ડમાં જ રહેતો હતો. તેના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -