શુભમન ગિલને આઉટ કરવાના બદલામાં 100 રૂપિયા આપતા તેના પિતા, જાણો વિગતો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સિવાય બીસીસીઆઇ તરફથી શુભમનને બેસ્ટ જૂનિયર ક્રિકેટ એવોર્ડ પણ અપાયો હતો. બાદમાં શુભમનને અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં પણ રમવાની તક મળી હતી જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
શુભમન ગિલ અંડર-16ની એક મેચમાં પોતાના સાથી નિર્મલ સિંહ સાથે રેકોર્ડબ્રેક 587 રનની પાર્ટનરશીપ કરીને ચર્ચામા આવ્યો હતો. તે સમયે તેની ઉંમર 14 વર્ષની હતી. આ મેચમાં તેણે 351 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય તેણે અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં પોતાની ડેબ્યૂ મેચમાં બેવડી સદી ફટકારી હતી. આ વર્ષે જ તે રણજી ટ્રોફીમાં સિલેક્ટ થઇ ગયો હતો.
કોલકત્તાઃ ચેન્નઇ સુપરકિંગ્સ સામેની મેચમાં કોલકત્તાનો છ વિકેટે વિજય થયો હતો. યુવા બેટ્સમેન શુભમન ગિલ અણનમ 57 રન ફટકારી છવાઇ ગયો હતો. ફક્ત ચાર વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાની શરૂઆત કરનારા ગિલને તેના પિતા લખવિંદર સિંહે જ ક્રિકેટની ટ્રેનિંગ આપી હતી.
શુભમનને ક્રિકેટની સારી ટ્રેનિગ મળી રહે તે માટે તેમનો પરિવાર 2007માં ફાજિલ્કામાંથી મોહાલી રહેવા આવી ગયો. જ્યાં તેને એક એકેડમીમાં એડમિશન અપાવી દીધું. શુભમન રોજ સવારે સાડા ત્રણ વાગ્યે ઉઠી જતો અને ચાર વાગ્યે એકેડમી જતો રહેતો. દિવસભર પ્રેક્ટિસ કર્યા બાદ તે સાંજે ઘરે આવતો હતો.
ગિલના પિતાના કહેવા પ્રમાણે, ઘરના આંગણામાં જ શુભમન ગિલે ક્રિકેટ શિખવાની શરૂઆત કરી હતી. ઘરમાં જ નેટ લગાવવામાં આવી હતી. શુભમન ગિલની માતા કીરત ગિલના કહેવા મુજબ, અમે નાના ગામમાં રહેતા હતા. મારા પતિ લખવિંદરને ક્રિકેટનો ખૂબ શોખ હતો. સાથે તેઓ સચિનના ખૂબ મોટા ફેન છે.
શુભમનના પિતા લખવિંદર સિંહ ફાજિલ્કામાં રહે છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શુભમન ગિલનો જન્મ પંજાબના ફાજિલ્કામાં થયો હતો. લખવિંદરે પોતાના ફાર્મનો ઉપયોગ મેદાન તરીકે કરતા હતા. લખવિંદર સિંહ તેમના ત્યાં કામે આવતા લોકો સામે શરત રાખતા હતા કે જે કોણ પણ શુભમન ગિલને આઉટ કરી દેશે તો તેને 100 રૂપિયા ઇનામ આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -