પ્રેસ કોન્ફરન્સમાં ગાંગુલીને પૂછવામાં આવ્યું કે શું મહેન્દ્ર ધોની મામલે ટીમ મેનેજમેન્ટ કે સિલેકટર્સ સાથે વાત કરી છે? જેના જવાબમાં ગાંગુલીએ કહ્યું કે, જ્યારે મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો ત્યારે પણ આ પ્રકારની વાતો થતી હતી પરંતુ મેં વાપસી કરી. મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટનો ઘણો મોટો ખેલાડી છે. જો તમે તેના રેકોર્ડ જોશો તો માત્ર પ્રશંસા જ નીકળે છે.
ધોનીની નિવૃત્તિને લઈ ગાંગુલીએ તેના પર અમે કોઇ ફેંસલો નહીં કરીએ કે ન તો ટીમ મેનેજમેન્ટ દ્વારા કોઇ દબાણ બનાવવામાં આવશે. રિટાયરમેન્ટ પર માત્ર મહેન્દ્ર સિંહ ધોનીએ જ ફેંસલો કરવો પડશે, જ્યાં સુધી હું છું ત્યા સુધી દરેક ક્રિકેટરનું સન્માન થશે.
ધોની હાલ ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે. તેણે સાઉથ આફ્રિકા સામે સીરિઝમાં આપવામાં આવ્યો હતો. વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ધોનીની નિવૃત્તિની અટકળો થઈ રહી છે. જ્યારે ધોની કે ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
સાઉથ આફ્રિકા સામે ગઇકાલે રાંચી ટેસ્ટમાં ભારતની જીત બાદ ધોની ટીમ ઈન્ડિયા સાથે ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. કોચ રવિ શાસ્ત્રીએ પણ એમ એસ ધોની સાથે તસવીર ટ્વિટ કરી હતી.
મની લોન્ડ્રિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને મળ્યા જામીન, મુકી આ શરત