સેહવાગે ક્યો ક્રિકેટર એક દિવસ મુખ્યમંત્રી બનશે એવી કરી આગાહી ? જાણો વિગત
ગાંગુલીએ આ વાતમાં સુધારો કરીને જણાવ્યું કે, આ કહાની સંપૂર્ણ સાચી નથી. મારે પ્રેસ કોન્ફરન્સ માટે અને યુવરાજે નાઇટ આઉટ માટે ભાગવું પડતું. તે તેમાં જરા પણ લેટ થવા માંગતો નહોતો. તેની પાછળ એક કારણ છુપાયેલું હતું. યુવરાજ રમત પૂરી થયા બાદ કોઈ પણ ખેલાડીની પહેલા મારી કિટને પેક કરી દેતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરવ ગાંગુલીની ઓટોબાયોગ્રાફી ‘એ સેન્ચુરી નોટ ઇનફ’ના વિમોચન પ્રસંગમાં એકબીજા સાથે વાત કરતાં સેહવાગ અને યુવરાજ.
સેહવાગ અને યુવરાજ સિંહ સોમવારે સૌરવ ગાંગુલીની ઓટોબાયોગ્રાફી ‘એ સેન્ચુરી નોટ ઇનફ’ના વિમોચન પ્રસંગમાં હિસ્સો લેવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ પત્રકારોના સવાલના જવાબ આપી રહ્યા હતા. જ્યારે સેહવાગને ગાંગુલની બીસીસીઆઈના અધ્યક્ષ બનાવાની સંભાવના પર સવાલ કર્યો ત્યારે તેણે ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
ઓટોબાયોગ્રાફી ‘એ સેન્ચુરી નોટ ઇનફ’ના વિમોચન પ્રસંગમાં મીડિયાને સંબોધન કરતો ભારતનો પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી.
સૌરવ ગાંગુલની વાત કરવામાં આવે તો કેપ્ટન હોવાના કારણે જીતની મોટાભાગની કહાનીઓ તેની આસપાસ જ ફરે છે. ગાંગુલીની ગણના ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન પૈકીના એકમાં થાય છે.
સેહવાગે આ પ્રસંગે જણાવ્યું કે, દાદા મેચ બાદ અમારી પાસે આવતા અને તેની કિટ બેગ પેક કરવાનું કહેતા હતા. તેમણે મેચ બાદ તરત જ પ્રેસ કોન્ફરન્સમાં જવાનું થતું. તેથી તે કાયમ માટે આ કામ મારી પાસે કરાવતા હતા. એટલે સુધી કે ધોની પણ તેની કિટ બેગને પેક કરતો હતો. આ વાતમાં યુવરાજે પણ સુર પુરાવ્યો હતો.
કોલકતા : પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે નવી દિલ્હીમાં પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીના પુસ્તક વિમોચન વેળાએ કહ્યું કે ૧૦૦ ટકા દાદા (સૌરવ ગાંગુલી) એક દિવસ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનશે પરંતુ આ પહેલા તેઓ બીસીસીઆઈના અધ્યક્ષ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંગુલી હાલમાં બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ અને બીસીસીસાઈની સલાહકાર સમિતિના સભ્ય છે.
ગાંગુલી મેદાનની બહાર એવા વ્યક્તિ તરીકે થાય છે જેના પર ખેલાડીઓ ભરોસો કરતા હતા. સહેવાગ આજે પણ ગાંગુલીના તેના પર ભરોસો દાખવવા બદલ આભાર વ્યક્ત કરવાનું ભૂલતો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -