એશિયન ધરતી પર એક ઇનિંગમાં 9 વિકેટ લેનારો સૌથી મોટો વિદેશી બૉલર બન્યો આ 28 વર્ષનો ખેલાડી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાજ ટેસ્ટની એક ઇનિંગમાં 9 કે તેનાથી વધુ વિકેટો લેનારો 19મો બૉલર બની ગયો છે, જ્યારે હગ ટેફિલ્ડ બાદ 9 વિકેટ લેવાવાળો બીજો આફ્રિકન બૉલર છે. ટેફિલ્ડે જોહાનિસબર્ગમાં 113 રન આપીને 9 વિકેટ ઝડપી હતી. અત્યાર સુધી માત્ર જિમ લેકર (10/53) અને પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ (10/74) એ ટેસ્ટ મેચોની એક ઇનિંગમાં બધી 10 વિકેટો ઝડપી છે.
આની સાથે જ 28 વર્ષના કેશવ મહારાજ એશિયાની ધરતી પર એક ઇનિંગમાં સર્વાધિક વિકેટ લેનારો સૌથી મોટો વિદેશી બૉલર બની ગયો છે. મહારાજે વેસ્ટઇન્ડિઝના લેગ સ્પીનર બિશૂને પાછળ પાડી દીધો, જેને 2016 માં પાકિસ્તાન વિરુદ્ધ દુબઇ ટેસ્ટમાં 8/49 વિકેટ ઝડપી હતી.
શ્રીલંકા વિરુદ્ધ આ કોઇપણ બૉલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આના પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના ઇમરાન ખાનના નામે હતો, જેને 58 રન આપીને 8 વિકેટ લીધી હતી.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના ડાબોડી સ્પિનર બૉલર કેશવ મહારાજે શ્રીલંકા સામે બીજી ટેસ્ટમાં પોતાની કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન (9/129) કર્યુ, કોલંબો ટેસ્ટના બીજા દિવસે રંગના હેરાથની વિકેટ લઇને મહારાજે શ્રીલંકન ઇનિંગને 338 રનો પર સમેટી દીધી, જેમાં તેની બૉલિંગ પ્રદર્શન 41.1-10-129-9 રહ્યું. એક વિકેટ કેસિગો રબાડાના ભાગે આવી. મહારાજે ટેસ્ટના પહેલા દિવસે 8 વિકેટ ઝડપી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -