IPL 2018: માત્ર એક વિકેટ લઈને મેન ઓફ ધ મેચ બન્યો’તો આ ખેલાડી, જાણો કેમ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદે ટૉસ જીતી પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 147 બનાવ્યા હતા. હૈદરાબાદે શાનદાર શરૂઆત બાદ ફટાફટ વિકેટો ગુમાવી હતી અને મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ હતી. હૈદરાબાદે મેચના છેલ્લા બોલે મુંબઈને એક વિકેટે હરાવી યાદગાર જીત મેળવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાશિદની ચુસ્ત બોલિંગના લીધે જ મુંબઈના બેટ્સમેનો પર ઝડપી રન બનાવવાનું પ્રેશર વધતું રહ્યું અને તે નિયમિત રીતે વિકેટો ગુમાવતા રહ્યાં. આ રીતે રાશિદને મેચના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો.ઉલ્લેખનીય બાબત એ છે કે, રાશિદે એવા સમયે બોલિંગ ફેંકી હતી જ્યારે ક્રિઝ પર કૃણાલ પંડ્યા અને કેરોન પોલાર્ડ જેવા હાર્ડહિટિંગ બેટ્સમેનો હતા.
આ મેચમાં રાશિદ ખાને પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 13 રન આપ્યા અને 1 વિકેટ ઝડપી, આ દરમિયાન તેણે 18 બોલ એવા ફેંક્યા જેના પર મુંબઈના બેટ્સમેન એક પણ રન બનાવી શક્યા નહીં. તેની આટલી ચુસ્ત બોલિંગના કારણે જ મુંબઈને 147 રનના સ્કોર સુધી મર્યાદિત રાખી શકાયું. ટી20માં 6 રનના ઈકૉનોમી રેટથી રન ખર્ચનારા બોલરને પણ શાનદાર ગણવામાં આવે છે જ્યારે રાશિદની ઈકૉનોમી માત્ર 3.25 રન પ્રતિ ઓવરની જ રહી.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 11ના મેચમાં એક બોલરને માત્ર એક વિટેક લેવા પર મેન ઓફ ધ મેચ બનાવવામાં આવ્યો. આ કારનામું કરનાર ક્રિકેટ રાશિદ ખાન છે. તે ટી20 ટૂર્નામેન્ટમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદ ટીમ તરફથી રમે છે. ગુરુવારે (12 એપ્રિલ) હૈદ્રાબાદ સનરાઈઝર્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ હોત. રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય મેદાનમાં રમાયેલ આ મેચમાં હૈદ્રાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -