નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ખેલાડીઓની ફિટનેસ વધુ મહત્વની હોય છે. દરેક દેશનુ ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓને ફિટ રાખવા માટે જુદાજુદા ટેસ્ટ લેતી હોય છે. હવે આ લિસ્ટમાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે, શ્રીલંકાના ટીમના ખેલાડીઓને ફિટ રાખવા માટે બોર્ડે 8 મિનીટ 10 સેકન્ડમાં 2 કિલોમીટર દોડવાનુ ફરમાન કરી દીધુ છે, જો કોઇ ખેલાડી આમ કરવામા નિષ્ફળ જાય છે તો તેની સેલેરી પણ કાપી લેવામાં આવશે.


શ્રીલંકા ક્રિકેટ ટીમ સળંગ હાર અને ખેલાડીઓના ફિટનેસને લઇને ખુબ ચિંતાતુર છે. આ કડીમાં બોર્ડે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. તે અનુસાર હવે જો કોઇ ખેલાડી ફીટ ન હોય તો તેમનો પગાર પણ કાપી લેવામાં આવશે. વધુમાં આમાં કહેવામા આવ્યુ છે કે, ખેલાડીઓને 8.35 મિનિટથી 8.55 મિનિટમાં 2 કિલોમીટર દોડવાનું રહેશે. જો આમ કરવામાં કોઇ ખેલાડી નિષ્ફળ જાય છે તો કોન્ટ્રાક્ટ અનુસાર તેમની જે સેલેરી નક્કી કરવામાં આવી છે તેમાં કાપ પણ મૂકવામાં આવી શકે છે. ખાસ વાત છે કે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે હવે ખેલાડીઓ માટે નવુ યો-યો ટેસ્ટમાં 2 કિમી.ની દોડનું માપદંડ બનાવ્યુ છે. તેમાં જો કોઇ ખેલાડી 8.55 મિનિટથી વધારે સમય લે છે તો તેની ટીમમાં પસંદગી થશે નહીં. 8.35થી 8.55 મિનિટ પર પગાર કાપવામાં આવશે, જોકે આ ખેલાડી ટીમમાં પસંદગી પામી શકે છે. જો કોઇ ખેલાડી 2 કિલોમીટર માટે 8.10 મિનિટથી ઓછો સમય લે છે તો તેની પસંદગી થઇ શક્શે. પહેલા ફિટનેસ ટેસ્ટ 7 જાન્યુઆરીએ થશે, 


ઉલ્લેખનીય છે કે, હાલમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મહેલા જયવર્ધનેને ટીમના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. જયવર્ધને ટીમના ખેલાડીઓને માર્ગદર્શન આપશે.


 


આ પણ વાંચો........


Anand: કૂખ ભાડે આપીને સરોગેટ મધર બનનારી આ યુવતી બની સરપંચ, કઈ મજબૂરીના કારણે બનવું પડેલું સરોગેટ મધર ?


Dwarka : યુવતીને યુવક સાથે શારીરિક સંબંધ બંધાતા રહેવા લાગ્યા પતિ-પત્નીની જેમ, પછી જે થયું તે જાણીને હચમચી જશો.....


Horoscope Today 21 December 2021: આજે સૂર્ય ચંદ્ર સામે-સામે, કર્ક રાશિ સહિત આ રાશિઓ માટે ગ્રહોની દશા શુભ ફળદાયી


Stock Market Opening: ગઈકાલના કડાકા બાદ આજે શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સ 56,200 તો નિફ્ટી 16,700ને પાર


ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત


India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, 24 કલાકમાં 453 સંક્રમિતોના મોત


IND vs SA 1st Test: ભારત અને સાઉથ આફ્રિકાની પ્રથમ ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી મળશે કે નહીં? આફ્રિકાએ શું લીધો મોટો નિર્ણય?