આતંકી હુમલાનો ડર છતાં પાકિસ્તાન જશે શ્રીલંકન ક્રિકેટ ટીમ
abpasmita.in
Updated at:
19 Sep 2019 09:22 PM (IST)
છેલ્લા સપ્તાહની રિપોર્ટમાં સંભવિત આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી જેની તપાસ માટે સંરક્ષણ મંત્રાલયને કહેવામાં આવ્યુ હતું.
NEXT
PREV
નવી દિલ્હીઃ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ગુરુવારે કહ્યું કે, ખેલાડીઓ પર આતંકી હુમલાની આશંકા છતાં તેમની ટીમ છ મેચોની સીરિઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે. શ્રીલંકા ક્રિકેટના સચિવ મોહન ડિસિલ્વાએ કહ્યું કે, તેમને પાકિસ્તાનનો પ્રવાસ કરવા માટે સંરક્ષણ મંત્રાલય તરફથી તમામ પ્રકારની મંજૂરી મળી ગઇ છે. ડિસિલ્વાએ કહ્યું કે, અમને સંરક્ષણ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળી ગઇ છે. પ્રવાસ અગાઉના નક્કી કાર્યક્રમ અનુસાર થશે. હું અને અમારા અધિકારીઓ જાતે ટીમ સાથે જઇશું. છેલ્લા સપ્તાહની રિપોર્ટમાં સંભવિત આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી જેની તપાસ માટે સંરક્ષણ મંત્રાલયને કહેવામાં આવ્યુ હતું.
નોંધનીય છે કે શ્રીલંકન ટીમ પર માર્ચ 2009ના પ્રવાસ દરમિયાન લાહોરમાં આતંકી હુમલો થયો હતો જેમાં છ ખેલાડી ઇજાગ્રસ્ત થયા હતા. છ પાકિસ્તાની પોલીસ કર્મચારી અને બે નાગરિકોનું આ હુમલામાં મોત થયું હતું. આ હુમલા બાદ મોટાભાગની ઇન્ટરનેશનલ ટીમોએ પાકિસ્તાન પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો. શ્રીલંકાના 10 ખેલાડીઓ હુમલાની આશંકાના કારણે પ્રવાસમાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા આ પ્રવાસમાં 27 સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર વચ્ચે ત્રણ વન-ડે રમશે. આ ત્રણેય મેચ કરાંચી રમાશે. ત્યારબાદ લાહોરમાં પાંચથી નવ ઓક્ટોબર વચ્ચે ત્રણ ટી-20 મેચ રમશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -