જોકે મેચ દરમિયાન એક એવી ઘટના બની જેને કોઈ કોઈ પણ હસવાનું રોકી નહીં શકે. આ મેચ દરમિયાન શ્રીલંકાના બોલર લક્ષણ સંદાકન રન આઉટ કરવાનો નિયમ જ ભૂલી ગયો.
13મી ઓવરના બીજા બોલે સંદાકનના બોલ પર વાર્નરે સામેની તરફ શૉટ ફટકાર્યો અને બોલ સીધો સ્ટમ્પ પર ટકરાયો. આ દરમિયાન સ્ટીવ સ્મિથ ક્રીઝથી ઘણો બહાર હતો. સ્મિથને ક્રીઝથી બહાર જોઈને સંદાકને બોલ પકડ્યો અને બીજા હાથેથી સ્ટમ્પ ઉખાડી દીધું. અમ્પાયરે પણ આ અપીલ પર સ્મિથને આઉટ આપ્યો. જોકે સંકાદને જે હાથે સ્ટમ્પ ઉખાડ્યું એ હાથમાં બોલન હતો. સંકાદને બોલને સ્ટમ્પને અડાડીને ઉખાડવાની હતી. બાદમાં ત્રીજા અમ્પાયરે સ્મિથને નોટ આઉટ જાહેર કર્યો.
સંકાદનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો સંકાદનને ટ્રોલ પણ કરી રહ્યા છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ બ્રિસબેનમાં 9 વિકેટથી જીત મેળવીને સીરીઝ પોતાના નામે કરી દીધી. મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતાં 19 ઓવરમાં 117 રન કર્યા. ડેવિડ વોર્નરે અણનમ 60 અને સ્મિથ 53 રન બનાવીને અણનમ રહ્યો.