બ્રિટનમાં લાખોની સંખ્યામાં ભારત અને પાકિસ્તાની મૂળના લોકો રહે છે અને આ કારણે આ મેચની કિંમતો આકાશને આંબી રહી છે. 20 હજારની ક્ષમતાવાળા ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ વિન્ડો ખોલ્યાના થોડી જ મિનિટોમાં વેચાઇ ગઇ હતી. પરંતુ તે સમયે જે લોકોએ ટિકિટ ખરીદી હતી તેઓ હાલમાં તેને ઉંચી કિંમતોમાં વેચીને ભારે નફો કમાઇ રહ્યા છે.
આવા લોકો પાસેથી ટિકિટો લઇને રિસેલ કરનારી વેબસાઇટ વિયાગોગો ડોટ કોમના મતે તેમની પાસે લગભગ 480 ટિકિટ ફરીવાર વેચાણ માટે આવી હતી. તેમાં બ્રોન્ઝ, ગોલ્ડ અને પ્લેટિનિયમ અને સિલ્વર કેટેગરીની હતી. કંપનીની વેબસાઇટ અનુસાર, બ્રોન્ઝ અને સિલ્વર કેટેગરીની ટિકિટો તમામ વેચાઇ ગઇ છે અને તેની કિંમતો 17 હજારથી લઇને 27 હજાર રૂપિયા સુધી રહી હતી. શુક્રવાર સુધીમાં 58 ગોલ્ડ અને 51 પ્લેટિનિયમ કેટેગરીની ટિકિટો ઉપબલ્ધ હતી જેની કિંમત 47 હજાર રૂપિયાથી લઇને 62 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. વેબસાઇટના મતે તેમની પાસે ગોલ્ડ કેટેગરીની 58 અને પ્લેટિનિયમ કેટેગરીની 51 ટિકિટો ઉપલબ્ધ છે.