BCCI પર રૂપિયાનો વરસાદ, સ્ટાર સ્પોર્ટ્સ ઈન્ડિયાએ પાંચ વર્ષ માટે ખરીદ્યા BCCIના મીડિયા રાઈટ્સ
જણાવી દઈએ કે આ પાંચ વર્ષોમાં ટીમ ઈન્ડિયા ત્રણ પ્રારુપોમાં 102 મેચ રમશે. ગુરુવારે હરાજી પર નજર રાખી રેહલા બીસીસીઆઈએ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, આ ભારતીય ક્રિકેટની તાકાત છે. આ કોઈ પણ પ્રકારની નકારાત્મકતા, પ્રશાસનિક ગરબડ અને તેનાથી પણ મોટા વિવાદોનો સામનો કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજા દિવસે બોલીની શરૂઆત 4,442 કરોડ રૂપિયાથી થઈ હતી. તેપછી 4,565.20 કરોડે પહોચ્યા બાદ 5,488.30 કરોડ સુધી પહોંચી હતી. સાંજે 4:30 કલાક સુધી આ બોલી વધીને 6,001 કરોડને પાર કરી ચૂકી હતી જ્યારે સાંજે છ વાગ્યે કટ ઓફ ટાઇમ પહેલાં આ બોલી 6,032.5 કરોડ સુધી પહોંચી ગઈ હતી.
હવે સ્ટાર પાસે ગ્લોબલ રાઇટ્સ (જેમાં ભારતની સાથે વૈશ્વિક બ્રોડકાસ્ટ ઉપરાંત ડિઝિટલ રાઇટ્સ પણ સામેલ છે) છે. આ પહેલાં વર્ષ 2012માં સ્ટાર ટીવીએ 3,851 કરોડ રૂપિયાની બોલી લગાવી અધિકાર મેળવ્યા હતા.
મોટી બ્રોડકાસ્ટર કંપની સ્ટાર અને સોની ઉપરાંત જિઓની વચ્ચે ચાલી રહેલી આ ઈ-હરાજીના બીજા દિવસે મીડિયા અધિકારો માટે અત્યાર સુધી 6032.5 કરોડ રૂપિયાની બોલી લાગી ગઈ હતી. સ્ટારે આજે 6138.1 કરોડની બોલી લગાવી રાઈટ્સ પોતાના નામે કરી લીધા છે.
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી અમીર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પર એક વખત ફરી રૂપિયાનો વરસાદ થવા જઈ રહ્યો છે. ભારતની આગામી પાંચ વર્ષ (2018-2023) માચે થનારી ઘરેલું દ્વિપક્ષીય સીરીઝ માટે સ્ટાર સ્પોર્ટ્સે 6138.1 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવી બોર્ડના મીડિયા અધિકારો પર પોતાનો કબ્જો જમાવી લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -