કોમનવેલ્થ ગેમ્સઃ સુરતીએ ગોલ્ડ મેડલ જીતી વધાર્યું ગુજરાતનું ગૌરવ, ઘરમાં છે 150થી વધારે મેડલ, જાણો વિગત
ગોલ્ડ કોસ્ટમાં સિંગાપોરને હરાવીને ફાઈનલમાં પહોંચેલા હરમીત અને જી. સાથીયાન અને શરથ કમલની જોડીએ ફાઈનલમાં નાઈઝીરીયા સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. અને 3-0થી ફાઈનલ જીતીને ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. સમગ્ર મેચ હરમીતના માતા પિતા અને પરિવારજનો સહિત સંબંધીઓ અને ટેબલ ટેનિસના રસીયાઓએ સાથે મળીને જોઈ હતી. હરમીતે ગોલ્ડ મેડલ મેળવતાં ઘરમાં ચીચીયારીઓ લાગી ઉઠી હતી. અને સૌ કોઈ ઝુમી ઉઠ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમીત દેસાઈએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈ અને તેની ટીમે ડબલ્સની મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરમીત અને ટીમે ગોલ્ડ મેડલ જીતતાં જ સુરત સ્થિત તેના ઘરે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. હરમીતની આ સિદ્ધિ બદલ નવસારીના સાંસદ સીઆર પાટીલે અભિનંદન પાઠવ્યા હતા.
હરમીતના પિતા રાજુલે ઉમેર્યું હતું કે,હરમીતે ૮ વર્ષની ઉંમરે જ અંડર-૧૦નું સ્ટેટ લેવલનું ટાઇટલ મેળવ્યું હતું.અત્યાર સુધીમાં ૧પ૦થી વધુ મેડલ તેણે મેળવ્યા છે. હવે તો અમે મેડલ ગણવાના પણ બંધ કરી દીધા છે.
હરમીતની પણ જીદ હતી કે, ટેબલટેનિસમાં વિશ્વમાં નામના મેળવવી છે. હરમીતે એટલો સંઘર્ષ પણ કર્યો અને સફળતાને આંબી શક્યો.જો કે મારો હરમીત જંપીને બેસવાનો નથી,તેમ તેના પિતાએ જણાવ્યું હતું
કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ વિજેતા હરમીતના મમ્મી અર્ચનાએ જણાવ્યું હતું કે, હરમીતના પિતા રાજુલને પહેલેથી સ્પોર્ટસમાં રસ, એટલે હરમીત ૬ વર્ષનો હતો ત્યારથી જ ટેબલ ટેનિસ રમવા માંડયો હતો.પછી તો દિવસો અને વર્ષો ટીટીને સમર્પિત કરી દીધાં હતાં. આજે હરમીતે ગોલ્ડ મેડલ જીતીને રાજ્યની સાથે દેશનું પણ નામ કોમનવેલ્થમાં રોશન કર્યું છે. જેનો આનંદ ન વ્યક્ત કરી શકાય તેવો હોવાનું તેણીએ વધુમાં કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -