ભારતની ટેનિસ સ્ટારે કહ્યું- એક દીકરીની છે ઈચ્છા, સરનેમને લઈ કર્યો મોટો ખુલાસો, જાણો વિગત
સરનેમને લઇ સાનિયાએ કહ્યું કે, તે તમારું દિલ જીતી લેશે. સાનિયાએ કહ્યું કે, તે અને શોએબ એક દીકરીની ઇચ્છા રાખે છે અને હવે પરિવાર વધારવા અંગે વિચારીશું તો બાળકની સરનેમ મિર્ઝા મલિક હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાનિયા મિર્ઝા પતિ શોએબ મલિક સાથે.
સાનિયાએ લૈંગિક પક્ષપાતના તેમના અનુભવ અંગે કહ્યું કે, “મારા કેટલાક સંબંધીઓ પિતાને કહેતા હતા કે તેમને દીકરો હોવો જોઈએ, જેથી વંશવેલો આગળ વધારી શકાય. અમે બે બહેનો છીએ અને અમને ક્યારેય નથી લાગ્યું કે અમારે એક ભાઈ પણ હોવો જોઈએ.”
“અમારા સંબંધીઓ અમારા પિતાના જ્યારે એક દીકરો હોવો જોઈએ તેમ કહેતા ત્યારે અમે તેમની સાથે લડતા હતા. મેં લગ્ન બા પણ સરનેમ નથી બદલી અને હંમેશા સાનિયા મિર્ઝા જ રહેશે.”
સાનિયાએ ગોવા ફેસ્ટ 2018માં લૈંગિક પક્ષપાત પર વાતચીત દરમિયાન કહ્યું, “હું તમને એક રહસ્ય જણાવું છું. મારા પતિ અને મેં નક્કી કર્યું છે કે જ્યારે પણ અમારે બાળક થશે ત્યારે તેની સરનેમ મિર્ઝા મલિક હશે. અમે પણ એક દીકરી ઈચ્છીએ છીએ.”
સાનિયાએ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.
નવી દિલ્હીઃ ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સ્પષ્ટતા કરી છે કે જ્યારે પણ તેનું બાળક થશે ત્યારે તેની સરનેમ મલિક નહીં હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -