નવી દિલ્હીઃ ભારતમાં રમાનાર ટૂર્નામેન્ટમાં ટેક્સ છૂટને લઈને ચાલી રહેલ વિવાદને કારણે આઈસીસીએ વાર્ષિક આવકમાં બીસીસીઆઈનો હિસ્સો ઘટાડવાની ધમકી આપી છે. ત્યાર બાદ બીસીસીઆઈ ઇંગ્લેન્ડની એક કાયદાકીય ફર્મની સેવાઓ લેવાની તૈયારીમાં છે. શશાંક મનોહરની આગેવીનાવાળી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભારતમાં રમાનાર તમામ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ટેક્સમાં છૂટ ઈચ્છે છે. બીજી બાજુ બીસીસાઈએ પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીનની બાકીની રકમ અટકાવી દીધી છે. ઉપરાંત ભારત આફ્રિકા વચ્ચે યોજાનાર બીજી ટેસ્ટ મેચ રાંચીથી પુણે ખસેડી દીધી છે.

શશાંક મનોહરના વડપણ વાળી આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભારતમાં યોજાનાર તમામ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં કર છૂટની માંગણી કરી હતી. 2016માં યોજાયેલા ટી 20 વિશ્વ કપમાં પણ કર છૂટની રાહ જોવામાં આવી રહી છે. છ જુલાઈના રોજ કાઉન્સિલ ઓફ એડમિનિસ્ટ્રેશન(CoA) ની યોજાયેલી બેઠક પ્રમાણે આઈસીસી 2006 વિશ્વ કપના ટેક્સ ભારને તેની વાર્ષિક કમાણીમાંથી ભારતના હિસ્સામાં કાપ મૂકીને ઓછો કરવા માંગે છે. બીસીસીઆઈની કાયદાકીય ટીમે સીઓએને જણાવ્યું કે આ પહેલા આ પ્રકારની ટૂર્નામેન્ટમાં કર રાહત મળતી આવી છે.



આ મામલે સીઓએએ બીસીસીઆઈની કાયદાકીય ટીમને ઇંગ્લેન્ડની કાયદાકીય પેઢીની મદદ લેવાનું કહ્યું છે, કારણ કે બીસીસીઆઈ અને આઈસીસી વચ્ચે ટી 20 વર્લ્ડકપમાં યજમાની સંદર્ભમાં જે કરાર થયો હતો તે ઇંગ્લેન્ડના કાયદા પ્રમાણે થયો હતો. બીજી બાજુ અન્ય એક નિર્ણયમાં બીસીસીઆઈએ ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનની બાકીની રકમ રોકી દીધી છે. જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10થી 14 ઓક્ટોબરના રોજ યોજનાર બીજી ટેસ્ટ મેચ રાંચીના બદલે પુણેમાં યોજાશે. રાંચીમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટ 19થી 23 ઓક્ટોબર રોજ યોજાશે.