આ તસવીરમાં પત્નીના બેબી બમ્પ સાથે જોવા મળી હતી. ભારતીય બેટ્સમેને જે તસવીર શેર કરી છે તે સીમંત પ્રસંગની હોવાની લાગી રહી છે. તસવીરમાં તે મરાઠી વેશભૂષામાં નજરે પડી રહ્યો છે.
અજિંક્ય રહાણે 16 જુલાઈ સુધી ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો હવે તે સ્વદેશ પરત ફર્યો છે. ભારતના વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે રહાણે ટીમ ઇન્ડિયાનો ભાગ છે.
લાંબા સમય સુધી ખરાબ ફોર્મમાં રહેલા રહાણેને લઈને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આશા છે કે તે પોતાના જૂના ફોર્મમાં પરત ફરશે.
રાધિકા અને રહાણે બાળપણના મિત્રો હતા. તેમજ બંને આડોશ-પાડોશમાં જ રહેતા હતા. બંનેનું ઘર બિલકુલ નજીક જ હતું. તેમની બાળપણની મિત્રતા સમય જતાં પ્રેમમાં બદલાઈ હતી અને બંનેએ 26 નવેમ્બર, 2014ના જોન લગ્ન કરી લીધા હતાં.