ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીએ કરાવ્યું મેરેજ રજિસ્ટ્રેશન, કઈ તારીખે બંન્ને લગ્નગ્રંથીથી જોડાશે, જાણો વિગતે
હાર્દિક પંડ્યા અને કૃષાણ પંડ્યાએ પંખુરી શર્માનો બર્થ-ડે ઉજવ્યો હતો. આ તસવીરો હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેના કારણે ભારે ચર્ચામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇપીએલની મુંબઈની તમામ મેચોમાં કૃણાલની પંખુરી શર્મા ખાસ હાજરી આપતી હતી અને ત્યારથી બંનેના સંબંધો વચ્ચે ચર્ચા શરૂ થઇ હતી અને હવે તે લગ્નમાં પરિવર્તિત થવા જઇ રહી છે.
તે દરમિયાન પંખુરી શર્મા હાથમાં ટ્રોફી લઈને ઊભી હતી જે તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેના કારણે કૃણાલ અને પંખુરી વચ્ચેના બંન્નેના સંબંધો વધુ ચર્ચાસ્પદ બન્યા હતાં.
વડોદરાના સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યાની ભાવી પત્ની પંખીર શર્મા ફિલ્મ માર્કેટિંગ ક્ષેત્રે કામ કરી રહી છે. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો વિજય થયો હતો જેમાં આ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી.
વડોદરાઃ ગુજરાતમાં હાલ લગ્નની મૌસમ ચાલુ છે ત્યારે મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યા તેની ફિયાન્સી પંખુરી શર્મા સાથે વડોદરા મ્યુનિસિપલના લગ્ન નોંધણી વિભાગમાં પહોંચ્યો હતો. જ્યાં કૃણાલ અને પંખુરીએ તેમનાં લગ્નની નોંધણી કરાવી હતી. આગામી 27 ડિસેમ્બરે કૃણાલ પંડ્યા અને પંખુરી શર્મા મુંબઇ ખાતે લગ્ન કરશે. ધામધૂમથી યોજાનારા કૃણાલ અને પંખુરીના લગ્નમાં બોલિવુડ અને ક્રિકેટ જગતની હસ્તીઓ હાજરી આપશે.
વડોદરા મહાનગરપાલિકાના અધિકારી અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, કૃણાલ પંડ્યા અને પંખુરી શર્માએ આજે મેરેજ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આવતીકાલે લગ્નનું સર્ટિફિકેટ તેમને આપવામાં આવશે.
આજે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ખેલાડીએ કૃણાલ પંડ્યા અને પંખુરીએ લગ્નની નોંધણી કરાવી છે. એક દિવસમાં તેમના લગ્નનું સર્ટિફિકેટ આપી દેવામાં આવશે. જ્યારે તેમની સાથે હાર્દિક પંડ્યા સહિત મિત્રો આવ્યા હતાં, આવું વડોદરા મહાનગરપાલિકાના અધિકારી અશ્વિન પટેલે જણાવ્યું હતું.
આ પ્રસંગે સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા અને નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતાં. કૃણાલ, પંખુરી અને હાર્દિક સહિતના મિત્રો રેન્જ રોવર કારમાં આવ્યા હતાં. લગ્ન નોંધણી કરાવીને કૃણાલ અને પંખુરી ત્યાંથી નીકળી ગયા હતા.
વડોદરાના સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યા અને મુંબઇની પંખુરી શર્મા આગામી 27 ડિસેમ્બરે મુંબઇની JW મેરિયટ હોટલમાં લગ્નગ્રંથીથી જોડાશે. જોકે તે પહેલાં આજે કૃણાલ પંડ્યા અને પંખુરી શર્માએ વડોદરા મ્યુનિસિપલની લગ્ન નોંધણી વિભાગમાં જઈને તેમના લગ્ન નોંધણી કરાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -