ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે, રાઉન્ડ રોબિન પ્રારૂપમાં દમદાર હરિફોની વિરૂદ્ધ રમવાથી આગામી વર્લ્ડ કપ ખૂબ જ પડકારજનક બની ગયો છે. બીસીસીઆઈએ ટીમના રવાના થતાં પહેલાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાં ખેલાડી મુંબઈ એરપોર્ટ પર પોતાની ફ્લાઈટ માટે રાહ જોઈ રહ્યા હતા.
કેપ્ટન વિરાટે સાથો સાથ આશા વ્યક્ત કરી છે કે, ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ કપ જીતી શકે છે. ભારતે અત્યાર સુધીમાં બે વખત (1983માં કપિલ દેવની કેપ્ટનશીપમાં અને 2011મા ધોનીની કેપ્ટનશીપમાં) વર્લ્ડ કપ જીત્યો છે.
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મો.શમી, રવિન્દ્ર જાડેજા