દ. આફ્રીકામાં ભારતીય ક્રિકેટ ટીમે કર્યું એવું કામ કે જાણીને થશે ગર્વ
ભારતીય ટીમે ટેસ્ટ સીરીઝમાં 2-1થી હારનો સામનો કરવો પડ્યો, જ્યારે વન-ડે સીરીઝમાં તેણે સાઉથ આફ્રિકાને 5-1થી અને ટી-20 સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું. હવે ભારતને શ્રીલંકા સામે ત્રિકોણીય સીરીઝ રમવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ જ્યારે કેપટાઉનમાં પહોચી તો તેને પાણીની બચત કરવામાં સહયોગ આપવા કહેવામાં આવ્યું હતું. ભારતીય ટીમના ખેલાડીઓને નહાવા માટે માત્ર 2 મિનિટ લેવાનું કહેવાયું હતું. પાણીની તંગીનો એ વાતથી જ અંદાજ લગાવી શકાય છે કે, ત્યાં છોડ-વૃક્ષોને પાણી આપવા માટે પૂરતું પાણી નથી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મોટેભાગે તેની આક્રમકતા માટે ઓળખવામાં આવે છે, પરંતુ આ ખેલાડીની દરિયાદિલી જોઈને ભારતીયોને ગર્વ થશે. ભારત અને સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમોએ પાણીની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહેલા કેપટાઉન શહેરમાં પાણી બોટલ્સ પહોંચાડવા માટે અને બોરવેલ બનાવવા માટે લગભગ 8500 ડૉલર (5.6 લાખ રૂપિયા) દાન કર્યા. ટી20 સીરીઝની ત્રીજી મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકન કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ‘ધ ગિફ્ટ ઑફ ધ ગિવર્સ ફાઉન્ડેશન’માં 1 લાખ રેન્ડ દાનમાં આપ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -