IPL હરાજીમાં કોઈએ ન ખરીદતાં ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ પૂછ્યું- મારાથી શું ભૂલ થઈ છે ? જાણો વિગત
નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન માટે 18 ડિસેમ્બરે મંગળવારે જયપુરમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં દેશ-વિદેશના 60 ખેલાડીઓની વિવિધ ફ્રેન્ચાઈઝીએ ખરીદી કરી હતી. આઈપીએલ યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડતું હોવાથી ભારતમાં પણ તેનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે. હરાજીમાં કેટલાક એવા ખેલાડીઓ પણ હતા જેમની વેચાવાની આશા સૌથી વધારે હતી પરંતુ તેમ થયું નથી. આ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના ખેલાડી મનોજ તિવારીનું પણ નામ છે. જેને કોઈ ટીમે સામેલ કર્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 108 મેચની 169 ઈનિંગમાં 25 સદી વડે 7911 રન અને લિસ્ટ એ કરિયરમાં 154 મેચમાં 6 સદીની મદદથી 5312 રન બનાવ્યા છે. 160 T20 મેચમાં તેણે 116.9ના સ્ટ્રાઇક રેટથી 3055 રન ફટકાર્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે.
આઈપીએલ હરાજી પર નજર કરવામાં આવે તો ડેલ સ્ટેન, એન્જેલો મેથ્યૂઝ, મોને મોર્કેલ, ચેતેશ્વર પૂજારા, ઉસ્માન ખ્વાજા, કોરી એન્ડરસન, એલેક્સ હેલ્સ, ક્રિસ જોર્ડન, હાશિમ આમલા, શોન માર્શ, જેસન હોલ્ડર જેવા ખેલાડીઓને પણ કોઈએ ખરીદ્યા નથી.
જે બાદ મનોજ તિવારીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે લખ્યું કે, મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ છે કે ટીમ તરફથી સદી ફટકારી અને મને મેન ઓફ ધ મેચથી નવાજવામાં આવ્યો. પરંતુ આગામી 14 મુકાબલામાં ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો. ઉપરાંત 2017ની આઈપીએલમાં પણ મારું પ્રદર્શન સારું હતુ પરંતુ મને સામેલ નથી કરવામાં આવી રહ્યો. આખરે મારી ભૂલ શું છે.
મનોજ તિવારી 12 આંતરરાષ્ટ્રીય વન ડેમાં 1 સદીની મદદથી 287 રન બનાવ્યા છે. જ્યારે 3 ટી20માં 15 રન બનાવ્યા છે.
યુવરાજ સિંહના નામ પર છેલ્લી ઘડીએ મુંબઈ ઈન્ડિયન્સે ભરોસો દર્શાવ્યો છે. આ સીઝનમાં તમિલનાડુના વરુણ ચક્રવર્તીને પંજાબે અને સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 8.40 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -