વિરાટ કોહલીએ મેદાનની બહાર પણ બતાવ્યો જલવો, એશિયાના હોટ પુરુષોની યાદીમાં મેળવ્યું સ્થાન, જાણો વિગત
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. કોહલીએ વર્ષ દરમિયાન મેદાન પર તો પોતાનો કમાલ દર્શાવ્યો છે પરંતુ હવે મેદાનની બહાર પણ જલવો દેખાડ્યો છે. 2018ના એશિયાના સૌથી હોટેસ્ટ મેન્સના જાહેર થયેલા લિસ્ટમાં વિરાટ કોહલીનું પણ નામ છે. ટોપ 10 લિસ્ટમાં સ્થાન મેળવનારો કોહલી એકમાત્ર ખેલાડી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પ્રથમ ક્રમે કોરિયન બેંડ બીટીએ છે. જે બૈંગટન બોય્ઝ તરીકે પણ જાણીતું છે. જ્યારે ભારતીય ટેલિવિઝનનો જાણીતો ચહેરે વિવિયન ડીસેના બીજા ક્રમે છે.
વિરાટ કોહલીને લિસ્ટમાં 10મું સ્થાન મળ્યું છે. વિશ્વમાં અનેક લોકો કોહલીને સ્ટાઇલ આઇકન પણ માને છે.
હોટેસ્ટ મેન્સના લિસ્ટમાં શાહિદ કપૂર ચોથા, રિતિક રોશન પાંચમા અને અક્ષય કુમાર નવમા સ્થાન પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -