ભારતના યુવા ફાસ્ટ બોલરે કહ્યું, મારા સારા પ્રદર્શનમાં કોહલી અને રોહિત શર્માનો મોટો હાથ
ખલીલ ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈ ઘણો ઉત્સાહિત છે. તે આને કરિયરનો મોટો મોકો માની રહ્યો છે. અહમદે કહ્યું, અમે ત્યાં T20 મેચના થોડા દિવસો પહેલા જઈ રહ્યા છીએ. જેથી ત્યાંના વાતાવરણમાં સેટ થવામાં મદદ મળશે. હું આગળનું નથી વિચારતો અને જે પણ પરિસ્થિતિ મળશે તેનો પૂરો ફાયદો ઉઠાવીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેન્દ્ર સિંહ ધોની અંગે તેણે કહ્યું કે, સ્લિપ ફિલ્ડર વાઇડ ઉભો રાખી શકું છું. એક બોલરના રૂપમાં આ વિશ્વાસ ખૂબ મોટો હોય છે. તેમણે મને હંમેશા લાઇન લેન્થ પર ધ્યાન કેન્દ્રિત કરી બોલિંગ કરવા પ્રેરિત કર્યો છે.
ખલીલે હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારતીય ટીમમાં પ્રથમ વખત સામેલ થયો ત્યારે થોડો નર્વસ હતો. સીનિયર ખેલાડીઓ વગર આ શક્ય નહોતું. વિરાટ ભાઈ અને રોહિત ભાઈએ મને બોલની સાથે ખુદની અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી હતી. જેના કારણે હું આમ કરી શક્યો. તેમના સમર્થન વગર આ શક્ય નહોતું.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા 2019ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નવા ખેલાડીઓને મોકો આપી રહી છે. એશિયા કપમાં ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનારા ફાસ્ટ બોલર ખલીલ અહમદે સીનિયર ખેલાડીઓને સપોર્ટિવ ગણાવ્યા છે. ખલીલે હજુ સુધી માત્ર 9 આંતરરાષ્ટ્રીય મુકાબલા રમ્યા છે પરંતુ તેણે કહ્યું કે, કોઈ યુવા ક્રિકેટર ગમે તેટલો ટેલેન્ટેડ કેમ ન હોય પરંતુ જ્યાં સુધી સીનિયર ખેલાડી તેના પર ભરોસો ન મુકે ત્યાં સુધી કોઈ મતબલ હોતો નથી. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ મારી ક્ષમતા પર ભરોસો રાખ્યો અને મને પૂરતી સ્વતંત્રતા આપી તે માટે હું તેમનો આભારી છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -