‘વિદેશ પ્રવાસમાં કોઈ પણ ટીમનું પ્રદર્શન શ્રેષ્ઠ નથી, માત્ર ભારત પર જ કેમ નિશાન’ , જાણો વિગત
શાસ્ત્રીએ એમ પણ કહ્યુ કે, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં એક વધારાનો બોલર રમાડવાનો મોકો ગુમાવી દીધો. શાસ્ત્રીએ કહ્યું, અમને એક ખેલાડીની ખોટ વર્તાશે અને તે છે હાર્દિક પંડ્યા. તે બોલિંગ અને બેટિંગમાં ટીમને સંતુલન આપે છે. જેના કારણે અમે વધારાનો બોલર રમાડી શકીએ છીએ. તે ઝડપથી ફિટ થઈ જશે તેવી આશા રાખીએ છીએ. ફાસ્ટ બોલરો સારું પ્રદર્શન કરશે તો તેની ખોટ નહીં અનુભવાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિડનીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી દર વખતે ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવે છે. ભારતીય ટીમ વિદેશમાં ‘ઘર આંગણાના સિંહ, બહાર શિયાળ’ની છાપ ભૂંસવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે, પરંતુ કોઈ એક ટીમને નિશાન બનાવવી યોગ્ય નથી.
ભારતે 2018માં દક્ષિણ આફ્રિકા સામે 1-2થી ઈંગ્લેન્ડ સામે 1-4થી ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીની ટીમ પાસે તેનો રેકોર્ સુધારવાનો શાનદાર મોકો હતો તેવી સ્થિતિમાં ભારતીય ટીમની કારમી હાર થઈ હતી. ભારત માટે ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતવી કેટલી મહત્વપૂર્ણ છે ? આ પ્રશ્નના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું, તમારે ભૂલોમાંથી શીખવું પડશે. જ્યારે તમે વિદેશ પ્રવાસ પર જાવ છો ત્યારે હંમેશા સારા દેખાવનું દબાણ હોય છે. આજે જે પણ વૈશ્વિક ટીમો વિદેશ પ્રવાસ કરી રહી છે તેમનો દેખાવ પણ સાધારણ રહ્યો છે.
તેમણે એમ પણ ક્યું કે, ઓસ્ટ્રેલિયા 1990ના દાયકા અને તે પછીના થોડા વર્ષો સુધી આમ કર્યું. દક્ષિણ આફ્રિકા પણ થોડો સમય માટે આમ કરવામાં સફળ રહ્યું. આ બંને દેશો ઉપરાંત છેલ્લા પાંચથી છ વર્ષમાં કોઈપણ ટીમ વિદેશમાં સારો દેખાવ કરી શકી નથી તો પછી ભારતનું જ નામ કેમ લેવામાં આવે છે ?
બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ સ્મિથ, વોર્નર, બેનક્રોફ્ટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ નબળી હોવાની વાતનો ઈન્કાર કરીને શાસ્ત્રીએ કહ્યું, મને નથી લાગતું. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે ઘરેલુ મેદાન પર કોઈપણ ટીમ નબળી હોતી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -