બર્મિંઘમઃ એશિઝ સીરિઝ 2019ની પ્રથમ ટેસ્ટમાં યજમાન ઈંગ્લેન્ડ 374 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 90 રનની લીડ લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર રોરી બર્નસે 133, કેપ્ટ જો રૂટે 57 અને બેન સ્ટોક્સે 50 રન બનાવ્યા હતા.


એક તબક્કે ઈંગ્લેન્ડે 300 રનમાં જ 8 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ક્રિસ વોક્સ અને સ્ટુઅર્ટ બ્રોડે 65 રનનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને નાથન લાયને 3-3 તથા જેમ્સ પેટ્ટીસન અને પિટર સિડલે 2-2 વિકેટ ઝડપી હતી


ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરતા ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથની મેરેથોન 144 રનની ઇનિંગ્સ થકી પ્રથમ દાવમાં 284 રન કર્યા હતા. સ્ટુઅર્ટ બ્રોડે 5 વિકેટ લીધી હતી અને સ્મિથને બોલ્ડ કરીને એશિઝમાં 100મી વિકેટ પૂરી કરી હતી.

INDvWI: વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરનારા આ આક્રમક ખેલાડીની પ્રથમ T20માં થઈ અવગણના, જાણો વિગત

ગુજરાતના કેટલા જળાશયો 100 ટકા ભરાઈ ગયા, સરદાર સરોવરમાં કેટલા ટકા છે પાણી, જાણો વિગત