મોદી સરકારના કારણે એશિયા કપ ભારતમાં નહીં રમાય, જાણો હવે ક્યાં રમાશે
એશિયા કપ 13થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવશે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તા, બાંગ્લાદેશનું સ્થાન નિશ્ચિત છે. અન્ય એક ટીમ પ્લેઓફ દ્વાર સામેલ થશે. પ્લેઓફમાં યુએઈ, હોંગકોંગ, નેપાળ, સિંગાપુર, મલેશિયા અને ઓમાન વચ્ચે રમાશે. આ ટીમોમાં જે ટીમ જીતશે તેને એશિયા કપમાં રમવાની તક મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટાર સ્પોર્ટ્સ તેનું પ્રસારણ કરશે અને ટિકિટ તેમજ સ્ટેન્ડ દ્વારા થનારી કમાણી બીસીસીઆઈને મળશે. બીસીસીઆઈ આ પૈકી યુએઈ બોર્ડને કેટલીક ચોક્કસ રકમ આપશે.
ભારતીય ટીમની મેચ ટૂર્નામેન્ટના બીજા અઠવાડિયમાં યોજાવાની શક્યતા છે ત્યાં સુધી ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ પૂર્ણ કરી લેશે. ભારતીય અધિકારીના મતે યુએઈ ટૂર્નામેન્ટનું આયોજન માટે સુવિધા ઉપલબ્ધ કરાવશે પરંતુ અન્ય બાબતો અગાઉની જેમ જ રહેશે.
બીસીસીઆઈને પાકિસ્તાન સામે તટષ્ઠ સ્થળે માત્ર આઈસીસીની ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી આપવામાં આવી છે જ્યારે એશિયા કપ એસીસીની ટૂર્નામેન્ટ છે જેમાં પાકિસ્તાન સામે રમવા માટે બોર્ડને ભારત સરકાર પાસેથી મંજૂરી લેવાની હતી. જ્યારે સરકારે મંજૂરી આપી ત્યારે બોર્ડે સ્થળ બદલવાનો આગ્રહ કર્યો હતો.
બેઠકમાં બીસીસીઆઈનું પ્રતિનિધિત્ત્વ સીઈઓ રાહુલ જોહરીએ કર્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા પીસીબી અધ્યક્ષ નજમ સેઠીએ કરી હતી. બેઠકમાં જોહરીએ આયોજન સ્થળ બદલવાનો આગ્રહ કર્યો હતો. મોદી સરકારે એશિયા કપની મંજૂરી આપી નહી જેના કારણે એશિયા કપ ભારતમાં રમાશે નહીં. બીસીસીઆઈના અધિકારીના મતે જોહરીએ એસીસી બોર્ડને ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન સ્થિતિ અંગે જાણ આપી હતી.
નવી દિલ્હી: એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ આગામી એશિયા કપનું આયોજન ભારતને બદલે યુએઈમાં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એશિયા કપની યજમાની ભારતે મળી હતી પરંતુ બીસીસીઆઈ સરકાર પાસેથી પાકિસ્તાનની યજમાની માટેની મંજૂરી મેળવી શકી નહોતી જેને કારણે ટૂર્નામેન્ટનું સ્થળ બદલવાનો નિર્ણય સર્વ સંમતિથી કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -